<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th May 2024

વર્લ્‍ડ ટોય માર્કેટમાં ભારતનો હિસ્‍સો કેટલો ? સ્‍વદેશી રમકડા કેટલા ?

હાલમાં વર્લ્‍ડ ટોય ઈન્‍ડસ્‍ટ્રીઝ લગભગ ૧૦૫ બિલિયન યુએસ ડોલર (આશરે રૂપિયા ૭.૮૭ લાખ કરોડ)ની છે : ૨૦૨૫ સુધીમાં ૧૩૧ બિલિયન ડોલર આશરે રૂપિયા ૯.૮૨ લાખ કરોડ) સુધી પહોંચવાની અપેક્ષા છે

નવી દિલ્‍હી તા. ૮ : ૨૦૨૩-૨૪માં દેશની રમકડાંની નિકાસ નજીવી રીતે ઘટીને US $૧૫૨.૩ મિલિયન થઈ છે. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં તે $૧૫.૩૮ કરોડ હતું. આર્થિક સંશોધન સંસ્‍થા ગ્‍લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવના અહેવાલ મુજબ ફરજિયાત ગુણવત્તા નિયંત્રણ ઓર્ડરથી ભારતની રમકડાની નિકાસને વધુ ફાયદો થયો નથી.

સ્‍થાનિક પગલાંનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય સ્‍થાનિક ઈન્‍ડસ્‍ટ્રીઝને પ્રોત્‍સાહન અને રક્ષણ આપવાનો હતો, પરંતુ તેઓ ભારતના રમકડાંની નિકાસમાં કોઈ નોંધપાત્ર વધારો તરફ દોરી શક્‍યા ન હતા.

રિપોર્ટમાં કહેવામાં આવ્‍યું છે કે, નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ થી નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ સુધી નિકાસ ૧૨૯.૬ મિલિયન યુએસ ડોલરથી વધીને ૧૭૭ મિલિયન યુએસ ડોલર થઈ છે. જો કે, આયાત ૨૦૨૨-૨૩માં ૬૨.૩ મિલિયન ડોલર થી વધીને ૨૦૨૩-૨૪માં ૬૪.૯ મિલિયન ડોલર થઈ ગઈ છે.

જીટીઆરઆઈના સ્‍થાપક અજય શ્રીવાસ્‍તવે જણાવ્‍યું હતું કે, ક્‍યુસીઓ (ભારતીય ગુણવત્તા પરિષદ)એ ચીનમાંથી સબસ્‍ટાન્‍ડર્ડ આયાત પર પ્રતિબંધ મૂક્‍યો હતો, પરંતુ તેના કારણે ભારતમાંથી નિકાસમાં વધારો થયો નથી. તેમણે કહ્યું કે, જો કે ભારતે ૨૦૨૦થી નિર્ણાયક પગલાં લીધાં છે. ખાસ કરીને ચીનમાંથી નબળા રમકડાંની આયાતને રોકવા અને સ્‍થાનિક રમકડા ઈન્‍ડસ્‍ટ્રીઝને મજબૂત કરવા ભારતે ઈન્‍ડસ્‍ટ્રીઝના વિકાસ માટે વધુ વ્‍યાપક અભિગમ અપનાવવાની જરૂર છે.

અહેવાલો અનુસાર હાલમાં વર્લ્‍ડ ટોય ઈન્‍ડસ્‍ટ્રીઝ લગભગ ૧૦૫ બિલિયન યુએસ ડોલર (આશરે રૂપિયા ૭.૮૭ લાખ કરોડ)ની ઈન્‍ડસ્‍ટ્રીઝ છે. તે ૨૦૨૫ સુધીમાં ઼૧૩૧ બિલિયન (આશરે રૂપિયા ૯.૮૨ લાખ કરોડ) સુધી પહોંચવાની અપેક્ષા છે. ભારતની વાત કરીએ તો વર્લ્‍ડ ટોય માર્કેટમાં ભારતનો હિસ્‍સો ૦.૫ ટકાથી ઓછો છે.

ભારતમાં રમકડાંનું બજાર અંદાજે ૧૬ હજાર કરોડ રૂપિયાનું છે, જેમાંથી માત્ર ૨૫ ટકા જ સ્‍વદેશી છે. બાકીના ૭૫ ટકામાંથી ૭૦ ટકા માલ ચીનમાંથી આવે છે. માત્ર ૫ ટકા અન્‍ય દેશોમાં નિકાસ થાય છે.

(10:19 AM IST)