<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th May 2024

એર ઇન્‍ડિયા એક્‍સપ્રેસની ૭૦થી વધુ ફ્‌લાઇટ કેન્‍સલ

ક્રૂ મેમ્‍બર અચાનક રજા પર ઉતરી ગયા

મુંબઇ, તા.૮: એર ઇન્‍ડિયા એક્‍સપ્રેસે સીનિયર ક્રૂ મેમ્‍બર્સ સામુહિક રીતે રજા પર ગયા બાદ ૭૦થી વધુ ફ્‌લાઇટ્‍સને રદ કરવામાં આવી છે.એરલાઇન્‍સના કેટલાક મેમ્‍બર્સ માસ સિક લીવ પર જતા રહ્યાં છે જેને કારણે એરલાઇન કંપનીએ ફ્‌લાઇટને રદ કરવાની ફરજ પડી છે. સુત્રો અનુસાર, નાગરિક ઉડ્ડયન અધિકારી અચાનક બનેલી આ ઘટનાનું કારણ સમજવા માટે તપાસ કરી રહ્યાં છે.

ટાટા ગ્રુપની એરલાઇનના પ્રવક્‍તાએ એક નિવેદનમાં કહ્યું કે, ઁઅમારા કેબિન ક્રૂએ અંતિમ મિનિટમાં બીમાર થવાની સૂચના આપી હતી જે બાદ કેટલીક ફ્‌લાઇટ મોડી પડી હતી જ્‍યારે કેટલીકને રદ કરવામાં આવી છે.

એરલાઇન્‍સે કહ્યું કે, અમે પોતાના મુસાફરોની માફી માંગીએ છીએ. પ્રભાવિત લોકોને પુરા પૈસા રિફંડ અથવા કોઇ બીજા દિવસની ટિકિટ આપવાની રજૂઆત કરવામાં આવશે.

આજે અમારી સાથે ઉડાન ભરનારા મુસાફરોને અનુરોધ છે કે તે એરપોર્ટ ગયા પહેલા આ તપાસ કરી લે કે તેમની ફ્‌લાઇટ પ્રભાવિત થઇ છે કે નથી થઇ

(11:45 AM IST)