તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 8th May 2024
રાજારી - પૂંછમાં હજારો સૈનિકો ઉતારાયા : લડાકૂ હેલીકોપ્ટરો પણ કર્યા તૈનાત
આતંકવાદીઓના હુમલાથી ભારતીય સેના લાલઘૂમ : વળતી પ્રચંડ કાર્યવાહીની તૈયારી

જમ્મુ તા. ૮ : પૂંછ અને રાજાૈરી જીલ્લામાં આતંકવાદીઓ દ્વારા ભારતીય જવાનો પર કરાઇ રહેલ સતત ઘાતક હુમલાઓથી ગુસ્સે ભરાયેલ સેનાએ હવે પોતાના હજારો સૈનિકો મેદાનમાં ઉતાર્યા છે જેમની મદદ માટે લડાયક હેલીકોપ્ટરો પણ આકાશમાં પહેરો ભરી રહ્યા છે. જો કે તેમની ચિંતા ભૂતપૂર્વ પાક ફૌજીઓ પણ છે જે આતંકી બનીને અહીં સક્રિય છે.
સેના અનુસાર, તાજેતરના હુમલાને ૭ થી ૧૦ પાક પરસ્ત આતંકવાદીઓના બે જુથે અંજામ આપ્યો હતો. જેમને પાડી દેવા માટે ડીકેજી વિસ્તારમાં સેંકડો જવાનોને ઉતારાયા છે. તેમની મદદ માટે કૂતરા, ડ્રોન અને હેલીકોપ્ટર ઉપરાંત એનઆઇએની ટીમ પણ પહોંચી છે.
ઓફીશ્યલ સૂત્રોએ જણાવ્યું કે સૈન્યએ ડેરા કી ગલી (ડીકેજી) વિસ્તારમાંથી કેટલાક શંકાસ્પદોની ધરપકડ કરી છે. તેમણે જણાવ્યું કે, સુરક્ષા કર્મીઓ જમ્મુના રાજાૈરી જીલ્લાના ડેરા કી ગલીના જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. જ્યાં શનિવારે વાયુસેના બે વાહનો પર ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. જેમાં એક વાયુ સૈનિક શહીદ થયો હતો.
સૂત્રોનું માનવું છે કે, આ હુમલામાં પણ એ જ આતંકી જૂથ સામેલ છે જે છેલ્લા લગભગ ત્રણ વર્ષથી આ વિસ્તારમાં સક્રિય છે અને ઓકટોબર ૨૦૨૧માં સેનાના સેંકડો જવાનો ૨૦થી વધારે દિવસ સુધી લડત આપી ચૂક્યું છે ત્યારે પણ સેનાના ૯ જવાનો માર્યા ગયા હતા.
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
