<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th May 2024

શ્રીનગરનો અલી મોહમ્‍મદ ઘરેથી મતદાન કરનાર પ્રથમ મતદાર બન્‍યો

નવી દિલ્‍હી, તા. ર૧ :  ર૦ર૪ ની લોકસભા ચૂંટણી માટે ભારતીય ચૂંટણી ંપંચ દ્વારા માઇલ સ્‍ટોન સાબિત થઇ છે, ખાસ કરીને એવા લોકો માટે જેઓ શારીરિક મુશ્‍કેલીઓનો સામનો કરી રહ્યા છે. આમાં હજરતબલના એક અંધ મતદાર પણ સામેલ છે. શ્રીનગરમાં આવી રીતે પોતાના મતાધિકારનો પ્રયોગ કરનાર તે પહેલા મતદાર બન્‍યા છે.

અલી મોહમ્‍મદ રાથરે દૃષ્‍ટિબાધિત હોવા છતાં નાગરિક ભાગીદારીની શકિતનું પ્રદર્શન કર્યુ છે અને આખા વિસ્‍તારના નાગરિકોને પ્રેરણા આપી છે. અધિકારીઓ અનુસાર, રાથરે એક વીડીયો સ્‍ટેટમેન્‍ટમાં પોતાનો આભાર વ્‍યકત કરતા કહ્યું કે મતદાન અમારા માટે સરળ બની ગયું કેમકે મત આપવા બહાર ના જવું પડયું

રાથર ઉપરાંત એક ૧૦૦ વર્ષીય વ્‍યકિતએ પણ પહેલીવાર શ્રીનગરના દાલ સરોવર, જદીબલ મત વિસ્‍તારના મીર બહેરીન વિસ્‍તારમાં મતદાન કર્યુ. આ પ્રક્રિયા પર કાશ્‍મીર યુનિવર્સિટીના એક વિદ્યાર્થી બિલાવ અહમદે કહ્યું કે હોમ વોટીંગ સુવિધાની શરુઆત એ ચૂંટણી પંચની પ્રતિબધ્‍ધતાનું પ્રમાણ છે. તેમણે કહ્યું કે આ લોકોશાહીના સિધ્‍ધાંતોને જાળવી રાખવાના અને ચૂંટણીમાં સમાન ભાગીદારીને પ્રોત્‍સાહન આપવાના ચૂંટણી પંચના સમર્પણ ને રેખાંકિત કરે છે.

(2:28 PM IST)