<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th May 2024

ભાજપને ર૯૮: એનડીએ મોરચાને ૩પ૪: કોંગ્રેસ ૬૪ અને ઇન્‍ડી મોરચા માટે કોઇ ભાવ નથી અપાતો

ગુજરાતની તમામ ર૬ બેઠક ભાજપનો બુકી બજારનો લેટેસ્‍ટ વર્તારો ખૂલ્‍યો

રાજકોટ તા.૮: ૩ તબક્કાનું મતદાન પુરૂ થયું ત્‍યારે રાજકીય વિશ્‍લેષકો, ન્‍યુઝ ચેનલો, પત્રકારો, રાજકીય પક્ષો વિવિધ અનુમાનો લગાવતા રહે છે. ત્‍યારે હવે દેશમાં કોની જીત, કોની હાર? આ માટે બુકી બજારો, સટ્ટા બજારોના વર્તારા પણ ખાનગીમાં ચર્ચાતા રહે છે. આવી જ એક બહાર આવેલ વિગત મુજબ દેશમાં બુકી બજારમાં આજે સવારે ભાજપને એકલા હાથે ૨૯૮ અને ભાજપ તથા સાથી પક્ષોના એનડીએ મોરચાને ૩૫૪ બેઠકો મળી રહયા અંગે ભાવો ખુલ્‍યાનું ચર્ચામાં છે.

જ્‍યારે ૫૪૩ બેઠકોમાંથી કોંગ્રેસને એકલા હાથે ૬૪ મળે છે. જો કે કોંગ્રેસ અને ઇન્‍ડી મોરચા માટે કોઈ ભાવ આજે બહાર પડયાનો જાણવા મળતું નથી.

આ ચર્ચાતા વર્તારા મુજબ ભાજપને ૨૬ માંથી ૨૬ બેઠકો ગુજરાતમાં મળી રહ્યાનો બુકી બજાર માને છે અને ૭૫ પૈસા ભાવ બોલાયા છે (જે પ્રારંભમાં ૩૦ પૈસા બોલાતો હતા. આમ છતાં આણંદ બનાસકાંઠા પાટણ મહેસાણા જામનગર માટે લાલબત્તી પણ ધરાયેલ છે. બુકીબજારનો આજનો વર્તારો હરીયાણામાં ભાજપને ૬, એમપીમાં ર૯, દિલ્‍હીમાં ૭, ઉ.પ્ર. માં ૬પ, બંગાળમાં ર૧ (તૃણમુલને ર૩), હિમાચલમાં ૪, ઝારખંડમાં ૧૧, છતીસગઢમાં ૧૦, તેલંગણામાં ૬, તામિલનાડુમાં ૩, ઇન્‍ડી મોરચાને ૩પ, આસામમાં ભાજપને ૧ર, મહારાષ્‍ટ્રમાં ર૧ (એનડીએ ર૭), ઉતરાખંડમાં પ, આંધ્રમાં ૧૧, ઓડીસામાં ૧ર, પંજાબ -ર, કર્ણાટકમાં ભાજપને ર૦ બેઠકો આપે છે તેવી ચર્ચા બહાર આવી છે. જો કે આ સ્‍થિતિ દિવસે દિવસે બદલતી રહે છે. સુરતની વિજેતા બેઠક સહિત ર૬ બેઠકો માટે  બુકી બજારનો વર્તારો જાહેર થતો જાય છે.

(3:07 PM IST)