તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 8th May 2024
સામ પિત્રોડાએ વિરાસત ટેક્ષ બાદ વધુ એક છેડયો નવો વિવાદ
પૂર્વમાં રહેનારા ચીન જેવા તો સાઉથમાં રહેતા લોકો આફ્રિકન
પશ્ચિમમાં રહેનારા અરબ જેવા તો ઉત્તરમાં રહેતા શ્વેત જેવા લાગે : ભારતીયોના રંગ-રૂપને લઇને આપેલા નિવેદનથી હોબાળો

નવી દિલ્હી, તા.૮: કોંગ્રેસના નેતા સામ પિત્રોડાએ તાજેતરમાં મધ્ય-ચૂંટણીમાં સંસાધનોની પુનઃવિતરણ અને વારસાગત કરની વાત કરીને નવો મુદ્દો ઉઠાવ્યો હતો. પીએમ મોદીએ પણ તેમના નિવેદન પર જોરદાર પ્રહાર કરી અને કોંગ્રેસની ટીકા કરી હતી હવે પિત્રોડાએ ફરી એક એવી વાત કહી છે જેના પર તે ઘેરાઈ શકે છે. સેમ પિત્રોડાએ એક મીડિયા હાઉસ સાથે વાતચીત દરમિયાન ભારતીયોના દેખાવ અંગે વાંધાજનક ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે ઉત્તર-પૂર્વ ભારતના લોકો ચીની જેવા દેખાય છે. દક્ષિણ ભારતીયો આફ્રિકન જેવા છે અને ઉત્તર ભારતીયો કંઈક અંશે ગોરા છે. ભારતની વિવિધતાની વાત કરીએ તો સામ પિત્રોડાની આવી ટિપ્પણીઓ નવો વિવાદ સર્જી શકે છે.
આ વીડિયોમાં સાંભળી શકાય છે કે સામ પિત્રોડા કહે છે કે ભારત એક અત્યંત વૈવિધ્યપુર્ણ દેશ છે, જ્યાં પૂર્વ ભારતમાં રહેતા લોકો ચીની જેવા છે, પશ્ચિમમાં રહેતા લોકો આરબો જેવા છે, ઉત્તર ભારતમાં રહેતા ગોરાઓ જેવા છે અને આફ્રિકન લોકો જેવો છે. પણ તેનાથી કોઈ ફરક પડતો નથી. આપણે બધા ભાઈ-બહેન છીએ.
તેમણે કહ્યું કે અમે અલગ-અલગ ભાષા, ધર્મ અને રિવાજોનું સન્માન કરીએ છીએ. આ એ જ ભારત છે જેના પર મને વિશ્વાસ છે, જ્યાં દરેકનું સન્માન થાય છે અને દરેક જણ થોડું સમાધાન કરે છે
ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાએ કહ્યું, અમે અત્યાર સુધીની જેમ વિવિધતામાં એકતા જાળવી શકીએ છીએ. છેલ્લા ૭૫ વર્ષોમાં અમે એક સારું વાતાવરણ બનાવ્યું છે જ્યાં દરેક વ્યક્તિ રહી શકે. તેમણે કહ્યું, ભારત જેવા વૈવિધ્યસભર દેશને આપણે સાથે રાખી શકીએ છીએ. પૂર્વ ભારતના લોકો ચીન જેવા દેખાય છે. પશ્ચિમના લોકો આરબો જેવા દેખાય છે, ઉત્તરના લોકો ગોરા જેવા અને દક્ષિણ ભારતીયો આફ્રિકન જેવા દેખાય છે. કોઈ વાંધો નથી. આપણે બધા એક છીએ અને ભાઈ-બહેન છીએ. સેમ પિત્રોડાએ ધ સ્ટેટ્સમેનને આપેલા ઈન્ટરવ્યુમાં આ વાત કહી છે, જે હવે વાયરલ થઈ રહી છે.
તેમણે કહ્યું કે ભારતના લોકો ભાષાકીય, ધાર્મિક અને ખાદ્ય વિવિધતાનું સન્માન કરે છે, જે દરેક પ્રદેશમાં બદલાય છે. હું ફક્ત આ ભારતમાં જ માનું છું. જ્યાં દરેક માટે જગ્યા હોય અને તેમને પોતાની રીતે જીવન જીવવાનો મોકો મળે. તેમણે એમ પણ કહ્યું કે રામ મંદિર દ્વારા આજે ભારતના લોકશાહી, સ્વતંત્રતા અને ઉદારતાના વિચારને પડકારવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે પીએમ ઘણીવાર માત્ર મંદિરોમાં જ જાય છે. તેઓ માત્ર રાષ્ટ્રીય નેતાની જેમ વાત કરતા નથી પરંતુ ભાજપના નેતાની જેમ ચર્ચા પણ કરે છે.
હવે સામ પિત્રોડાના ઈન્ટરવ્યુની આ ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ પણ તેમના નિવેદન પર ટિપ્પણી કરી છે. તેણે કહ્યું, સેમ ભાઈ, હું નોર્થ-ઈસ્ટનો છું અને ભારતીય દેખાઉં છું. અમે વિવિધતામાં માનીએ છીએ. આપણે ભલે જુદા દેખાઈએ, પણ આપણે બધા એક છીએ. આપણા દેશ વિશે થોડું સમજો. આપને જણાવી દઈએ કે સામ પિત્રોડા વારસાગત ટેક્સ મુદ્દે એટલા ઘેરાયા હતા કે કોંગ્રેસે તેમના નિવેદનથી દૂરી લીધી હતી.
(3:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
