<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th May 2024

પાટણ-બનાસકાંઠા બેઠકમાં આશ્ચર્યજનક પરિણામો આવવાની સંભાવના

(જયંતીભાઇ ઠકકર દ્વારા) પાટણ તા.૮ : પાટણ લોકસભાની બેઠક ઉપર સરેરાશ પ૮.૩૭ ટકા શાંતીપુર્ણ મતદાન સાંજે ૬ વાગ્‍યે પુરૂ થવા પામ્‍યુ હતુ. લોકસભાની  આ બેઠક ઉપર ર૦ લાખ ઉપરાંત મતદાર ધરાવતીબેઠકમાં ૧૭.૭૮, મતદારોએ મતદાનનો ઉપયોગ કર્યો હતો. સૌથીવધુ મતદાનનો ઉપયોગ કર્યા હતા. સૌથી વધુ મતદાન વડાગામમા કોંગ્રેસ ધારાસભ્‍યની બેઠક જીજ્ઞેશ મેવાણીની છે. ત્‍યાં થયુ જયારે સૌથી ઓછુ મતદાન ભાજપના ધારાસભ્‍ય રાધનપુરની બેઠક છે. ત્‍યાં થયુ પ૩.૬૭ ટકા નોંધાયુહ તુ.

પાટણ - કોંગ્રેસના ધારાસભ્‍ય પાટણ લોકસભાની બેઠક કોંગ્રેસ પ૦ હજાર વોટથી જીતશે તેવો દાવો કર્યા છે. ત્‍યારે પાટણ ભાજપના પ્રમુખ દશરથભાઇ પણ લીડનું નામ લીધા વિના આ બેઠક ભાજપ જીતશે. તેવો દાવો કર્યો છે. ભાજપના ભરત ભરતસિંહ ડાભી અને કોંગ્રેસના પુર્વ ધારાસભ્‍ય ચંદનજી ઠાકોર વચ્‍ચે ખરા ખરીના જંગ સાથે આ બેઠક કાંટે કી  ટકકર ઉપર બે ભાઇ છે. બંન્‍ને પક્ષોના જીતનો દાવો છે પણ મેદાન કોણ મારશે તે ૪ જુને  જ ખબર પડશે. કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર અને  ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી વચ્‍ચે ખરાખરીનો જંગ મનાય છે. બનાસકાંઠાની આ બેઠક ઉપર ૬૪-૪૮ થી વધુ મતદાન થયુ છે. જેમાં સૌથી વધુ મતદાન વિધાનસભાના અધ્‍યક્ષ શંકરભાઇ ચૌધરીના મત વિસ્‍તાર ૭૬.૦૪ ટકાથી વધુ મતદાન નોંધાયુ છે. જયારે પાલનપુર જેવા સીટીમાં પ૯.પ ટકા જ મતદાન થવા પામ્‍યુ છે. ખુબ જ ચર્ચાસ્‍પદ બનેલી બનાસકાંઠાની લોકસભાની બેઠક ઉપર કાંટે કી ટકકરની લડાઇ છે. આ બેઠક જ્ઞાતીવાદ સહકારીવાદના આક્ષેપોની હારમાળા વચ્‍ચે યોજી હતી. આ બેઠક ઉપર કોણ વિજેતા થશે તે કળવું ખુબ જ મુશ્‍કેલ છે. પાટણ અને બનાસકાંઠાની આ બંન્‍ને બેઠકોમાં કસો-કસનો જંગ છે. હાલ તો આ બધા ઉમેદવારો ઇવીએમમાં કેદ થઇ ગયા છે. પણ બંન્‍ને બેઠકો આヘર્યજનક પરિણામ આપે તો નવાઇ નહી

(4:25 PM IST)