તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 8th May 2024
૬૫ પૈસાના શેરે આપ્યું ૫૦૦૦%નું તગડુ રીટર્ન
નિવેશ કરનારા માલામાલ

મુંબઇ, તા.૮: શેરબજારમાં એવા ઘણા પેની સ્ટોક છે જેણે રોકાણકારોને એક વર્ષમાં મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે. આવો જ એક પેની સ્ટોક છે-સ્પ્રાઈટ એગ્રો લિમિટેડ. આ પેની સ્ટોકની કિંમત એક વર્ષ પહેલા એક રૂપિયાથી પણ ઓછી હતી, જે હવે વધીને ૩૦ રૂપિયાથી વધુ થઈ ગઈ છે. આ રીતે રોકાણકારોને ૫૦૦૦% થી વધુનું બમ્પર વળતર મળ્યું છે.
સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે એટલે કે બુધવારે સ્પ્રાઈટ એગ્રો લિમિટેડના શેરની કિંમત ૩૫.૮૨ રૂપિયાના સ્તરે હતી. અગાઉ ૭ મેના રોજ શેર રૂ. ૩૬.૫૫ની ૫૨ સપ્તાહની ટોચે પહોંચ્યો હતો. ઓગસ્ટ ૨૦૨૩માં શેરની કિંમત ૦.૬૫ પૈસા હતી. આ સ્ટોકનો ૫૨ સપ્તાહનો નીચો સ્તર છે. આ બેઠક ૨૭ મેના રોજ યોજાશે. સ્પ્રાઈટ એગ્રો લિમિટેડની વાર્ષિક સામાન્ય સભા (AGM) ૨૭ મે, ૨૦૨૪ના રોજ યોજાશે. આ બેઠકમાં કંપનીની નાણાકીય સ્થિતિ સિવાય અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવાનો પ્રસ્તાવ છે. તમને જણાવી દઈએ કે આ કંપનીમાં પ્રમોટરનો કોઈ હિસ્સો નથી. આ પબ્લિક શેરધારકોનો ૧૦૦ ટકા હિસ્સો ધરાવતી કંપની છે. જાહેર શેરધારકોમાં ચિંતન યશવંતભાઈ પટેલ, રંજનબેન અરવિંદભાઈ પટેલનો સમાવેશ થાય છે.
ત્રિમાસિક પરિણામો કેવા રહ્યાઃ માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો રૂ. ૫.૭૮ કરોડ હતો, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં રૂ. ૦.૦૨ કરોડના નુકસાન કરતાં અનેક ગણો વધુ છે. વેચાણમાં ૧૯૦૭.૩૪%નો ઉછાળો આવ્યો હતો અને તે રૂ. ૪૩.૭૬ કરોડે પહોંચ્યો હતો. સમગ્ર નાણાકીય વર્ષની વાત કરીએ તો કંપનીનો નફો ૧૧.૬૨ કરોડ રૂપિયા હતો. વેચાણ પણ ૮૪૧.૧૭% વધીને રૂ. ૭૨.૪૭ કરોડ થયું છે
(4:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
