<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th May 2024

મોદી ખરબપતિઓની સરકાર ચલાવે છે : રાહુલ દરરોજ અદાણીની હકીકતો ખુલી પાડે છે : પ્રિયંકાનો વળતો પ્રહાર

રાયબરેલી ખાતે કોંગ્રેસ મહાસચીવનું હલ્લાબોલ

રાયબરેલી, તા., ૮: કોંગ્રેસ મહાસચીવ પ્રિયંકા ગાંધીએ આજે રાયબરેલી ખાતે ભાઇ રાહુલ માટે પ્રચાર કરી કેન્‍દ્ર અને પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા હતા.

પ્રિયંકાએ જણાવેલ કે મોદીજીએ તમારી મુશ્‍કેલીઓ દુર કરવાના બદલે તમને પાંચ કિલો રાશનની થેલી પકડાવી દીધી છે. પાંચ કિલો રાશનથી શું થવાનું છે. મોદી સરકારમાં જનતા મોંઘવારી અને બેરોજગારીથી પરેશાન છે.

તેમણે રાયબરેલી સાથેનો ગાંધી પરીવારનો સંબંધ વર્ણવ્‍યો હતો. પ્રિયંકાએ જણાવેલ કે આજથી ૧૦૩ વર્ષ પહેલા ખેડુત આંદોલન દરમિયાન નહેરૂજીએ અહી ધરપકડ વહોરી હતી. ભાજપના લોકો બેરોજગારી-મોંઘવારી જેવા જનતાથી જોડાયેલા મુદાઓ પર વાત નથી કરતી. કોંગ્રેસ આવતા યુવાનોને રોજગાર મળશે અને ગ્રેજયુએટને ૧ લાખ અપાશે.

રાહુલ ગાંધીને હરાવવા ભાજપે પોતાની પુરી તાકાત લગાવી દીધી હતી પણ તેઓ પાછળ હટયા નહી. તેઓ લોકોને ન્‍યાય અપાવતા રહયા. તેમણે તમને સાંભળવા તથા તમારી સમસ્‍યાઓને સમજવા માટે ભારત જોડો યાત્રા અને ભારત જોડો ન્‍યાય યાત્રા કાઢી હતી. આ યાત્રાનો ઉદેશ્‍ય લોકોને યાદ અપાવવાનો હતો કે આજે દેશમાં રાજકારણને જે દિશા આપી છે તે ખોટી છે.

તેમણે વધુમાં જણાવેલ કે, આજે દેશમાં મોંઘવારી અને બેરોજગારી બે સૌથી મોટી સમસ્‍યાઓ છે. મોદીજીના રાજમાં એટલી મોંઘવારી છે કે મહેનત કરી કમાણી કરવા છતાં જરૂરીયાતો પૂર્ણ નથી થઇ શકતી. ખેતીમાં પણ કમાણી નથી થતી કેમ કે દરેક ચીજો પર જીએસટી દેવું પડે છે.

પ્રિયંકાએ અદાણીના મુદ્‌્‌ે જણાવેલ કે, રાહુલ આજે પણ અદાણીની વાત કરે છે, તે રોજ અદાણીની હકિકત તમારી સામે રાખે છે, તેનો ખુલાસો કરે છે. રાહુલ રોજ તમને જણાવે છે કે પીએમ મોદીની મોટા-મોટા ઉદ્યોગપતિઓ સાથે સાંઠગાંઠ છે. તેમણે તેમના મિત્રોના ૧૬ લાખ કરોડ માફ કર્યા છે, પણ ખેડૂતોનો એક રૂપિયો પણ નહીં. પીએમ મોદી આ વાતનો જવાબ આપે.

મોદી સરકારે દેશના મોટા-મોટા ખરબપતિઓને દેશની આખી સંપતિ સોંપી રહી છે. ટીવી પર જે દર્શાવાઇ છે તે દેશની હકિકત નથી. હકિકત એ છે કે મોદી ખરબપતિઓની સરકાર ચલાવી રહ્યા છે અને દેશની ગરીબ જનતાને તેમણે નકારી કાઢી છે.

(4:02 PM IST)