તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 8th May 2024
જમ્મુ કાશ્મીરમાં સેનાની ચિંતાનું કારણ બની ગઇ છે આતંકીઓની સ્ટીલની ગોળીઓ

જમ્મુ, તા., ૮: જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ દ્વારા હવે ઘાતક હુમલાઓમાં સ્ટીલની ગોળીઓનો ઉપયોગ ભારતીય સેના માટે ચિંતાનો વિષય બન્યો છે. કારણ કે સેના હજુ સુધી પોતાના સૈનિકોને લેવલ-૪ ની બુલેટ પ્રુફ જેકેટ પુરી પાડી શકયા નથી. જેના કારણે આ ગોળીઓનો ઉપયોગ દહેશત ઉભી કરી રહયો છે. કારણ કે તે બખ્તરબંધ વાહનોને પણ ભેદી જાય છે.
રાજોરી અને પુંછમાં સેના ઉપર થયેલા દરેક ઘાતક હુમલામાં આતંકીઓએ આ ગોળીઓનો ઉપયોગ કર્યો હતો. જેને લઇને વધુ પ્રમાણમાં સૈનિકોની જાન ગઇ છે. સ્ટીલની ગોળીઓ જવાનોના બુલેટપ્રુફ જેકેટ, ટોપીઓને ભેદવામાં સફળ રહે છે. બખ્તરબંધ વાહનો પણ આ ગોળીઓનો માર સહન કરી શકતા નથી. આ ગોળીઓનો ઉપયોગ આતંકીઓ દ્વારા પહેલી વખત નથી થઇ રહયો. સૌથી પહેલા આ ગોળીનો ઉપયોગ જૈસ-એ-મોહમદના આતંકીઓએ ઓગષ્ટ-ર૦૧૬માં પુલવામાં સુરક્ષાદળોની એક શિબિર ઉપર હુમલામાં કર્યો હતો. ત્યાર બાદ ૩૧ ડીસેમ્બર-ર૦૧૭ની રાત્રે લેથપોરા, પુ઼લવામાં, સીઆરપીએફના કેમ્પ ઉપર, આત્મઘાતી હુમલામાં થયો હતો. જુન-ર૦૧૯માં અનંતનાગમાં પણ સુરક્ષાદળો ઉપર હુમલામાં સ્ટીલ ગોળીનો ઉપયોગ થયો હતો. આ વર્ષે માર્ચમાં શોપીયામાં માર્યા ગયેલા જૈશ આતંકી સજજાદ પાસેથી પણ આ ગોળીઓ મળી હતી.
સામાન્ય રીતે એકે-૪૭ કે અન્ય રાયફલોમાં ઉપયોગમાં લેવાતી ગોળીઓનો આગલો હિસ્સો ત્રાંબાનો હોય છે. જે બુલેટપ્રુફ સ્ટીલ કે કાચના કવચને ભેદી શકતા નથી. સ્ટીલ બુલેટ એક ખાસ પ્રકારના મજબુત સ્ટીલમાંથી તૈયાર થાય છે. આ ગોળી ૬-૭ ઇંચ મોટી સ્ટીલની ચાદર કે બુલેટપ્રુફ જેકેટને આસાનીથી વિંધી શકે છે.
(4:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
