<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th May 2024

જો વારસાગત કર લાદવામાં આવશે, તો અર્થતંત્ર અટકી જશે

ભારતમાં સંપત્તિ વિતરણ યોજના કામ કરશે નહીં : દેશના ૯૮ થી ૯૯ ટકા લોકોના જીવન પર પ્રતિકૂળ અસર થશેઃ ગૌતમ સેન

નવી દિલ્‍હી, તા.૮: લોકસભાની ચૂંટણી વચ્‍ચે, વારસાગત કર (મિલકતના વિભાજન)ને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. પીએમ મોદી પોતાની ચૂંટણી રેલીઓમાં વારસાગત કરનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર સતત નિશાન સાધી રહ્યા છે.

ભાજપનો આરોપ છે કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો સરકાર દેશવાસીઓની અડધી સંપત્તિ પર કબજો કરી લેશે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં રાષ્‍ટ્રીય સ્‍તરે આર્થિક અને જાતિ સર્વે કરાવવાની વાત કરવામાં આવી હતી. કોંગ્રેસે કહ્યું કે આ સર્વેમાંથી મળેલી માહિતીના આધારે પગલાં લેવામાં આવશે.

આ દરમિયાન અર્થશાષાી ગૌતમ સેને ન્‍યૂઝ એજન્‍સી સાથે વાત કરતા કહ્યું કે ભારતમાં સંપત્તિના વિતરણની યોજના કામ કરી રહી નથી. તેમણે કહ્યું કે માત્ર ૧૨ કરોડ લોકો પાસે ૧૦૨ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. પરંતુ લગભગ તમામે તેમના વ્‍યવસાયમાં રોકાણ કર્યું છે. તે જ સમયે, સંપત્તિની વહેંચણીને કારણે, દેશના ૯૮ થી ૯૯ ટકા લોકોના જીવન પર વિપરીત અસર થશે.

મોદી સરકારે ગરીબોનું જીવન

બહેતર બનાવ્‍યું છેઃ ગૌતમ સેન

ગૌતમ સેને વધુમાં કહ્યું કે, ‘દેશમાં દુકાનો ચલાવતા અને નાના બિઝનેસ કરનારા લોકોનું વિભાજન થશે તો દેશની અર્થવ્‍યવસ્‍થા અટકી જશે. દેશની સંપત્તિને વહેંચવા માટે તમારે દર બે વર્ષે એક સર્વે કરાવવો પડશે. છેલ્લા ૧૦ વર્ષમાં , આપણે સંપત્તિનું વાસ્‍તવિક વિતરણ જોઈ શકીએ છીએ, જ્‍યાં દેશમાં રસ્‍તાઓ બનાવવામાં આવ્‍યા હતા, શૌચાલય બનાવવામાં આવ્‍યા હતા અને ગેસ સબસિડી આપવામાં આવી હતી.

તેમણે વધુમાં કહ્યું કે મોદી સરકાર દ્વારા લેવામાં આવેલા મોટાભાગના નિર્ણયો ગરીબોના જીવનને સુધારવા માટે લેવામાં આવ્‍યા છે. દેશમાં ૨૫ કરોડથી વધુ લોકોને ગરીબી રેખાથી ઉપર લાવવામાં આવ્‍યા છે.

તમને જણાવી દઈએ કે કોંગ્રેસ સતત કહેતી આવી છે કે પાર્ટીના મેનિફેસ્‍ટોમાં પ્રોપર્ટીની વહેંચણીનો કોઈ ઉલ્લેખ નથી. જો કે ચૂંટણી ઢંઢેરામાં આર્થિક અને જાતિ સર્વે કરાવવાની વાત છે જેને ભાજપે ચૂંટણીનો મુદ્દો બનાવ્‍યો છે

(4:13 PM IST)