તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 8th May 2024
જો ભૂલથી પણ ઇન્ડિયા ગઠબંધનની સરકાર સત્તામાં આવી જશે તો રામ મંદિર ઉપર બાબરી નામનું તાળું મારી દેવામાં આવશે

યુપીના લખીમપુર ખેરીમાં એક ચૂંટણી રેલીને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કહ્યું છે કે જો ભૂલથી પણ ઇન્ડિયા ગઠબંધનની સરકાર સત્તામાં આવી જશે તો રામ મંદિર ઉપર બાબરી નામનું તાળું મારી દેવામાં આવશે.
પોતાના અડધા કલાકના ભાષણમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ સમાજવાદી પાર્ટીના સાંસદ રામ ગોપાલ યાદવના નિવેદન પર પ્રકાશ પાડયો અને કહ્યું કે, "તેમણે (સપા નેતાએ) કહ્યું હતું કે રામ મંદિર નકામું છે." તેથી યાદ રાખો, જો સહેજ પણ ભૂલ કરશો તો રામ મંદિર પર બાબરી નામનું તાળું લગાવી દેશે.
ન્યૂઝ ચેનલ સાથે વાતચીત દરમિયાન રામ ગોપાલ યાદવને પૂછવામાં આવ્યું કે વડાપ્રધાન રામ મંદિરમાં દર્શન ન થવાને મોટો મુદ્દો ગણાવી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે આ રામનું અપમાન છે.
તેના પર સપા નેતાએ કહ્યું કે, અમે દરરોજ રામના દર્શન કરીએ છીએ. એ મંદિર નકામું છે. આ રીતે બને છે મંદિરો? મંદિરો આ રીતે બંધાતા નથી. દક્ષિણથી ઉત્તર સુધી જુઓ કે કેવી રીતે જૂના મંદિરો બનાવવામાં આવ્યા છે, રામ મંદિરનો નકશો વાસ્તુના દૃષ્ટિકોણથી યોગ્ય રીતે બનાવવામાં આવ્યો નથી.
સપા સાંસદ આ નિવેદન બાદ ભાજપના નેતાઓના નિશાના પર છે.
(5:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
