તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 8th May 2024
કેટલાક યુરોપિયન દેશો ઉપર રશિયા મીની હુમલો કરી શકે છે: પોલેન્ડના જાસુસી વિભાગના વડાએ આપેલી ચેતવણી

પોલેન્ડની કાઉન્ટર ઇન્ટેલિજન્સ સર્વિસના વડા, જારોસ્લાવ સ્ટ્રોઝિકે ચેતવણી આપી છે કે રશિયન નેતા વ્લાદિમીર પુતિન નાટોના પ્રતિભાવને ચકાસવા માટે અમુક યુરોપિયન દેશો ઉપર મીની હુમલો કરી શકે છે.
"રશિયન પ્રમુખ પુતિન ચોક્કસપણે પહેલાથી જ બાલ્ટિક દેશોમાંના એક સામે કેટલાક મિની-ઓપરેશન માટે તૈયાર છે, ઉદાહરણ તરીકે, પ્રખ્યાત નારવા [એસ્ટોનિયામાં] પ્રવેશવા અથવા સ્વીડિશ ટાપુઓમાંથી કોઈ એક પર ઉતરવા માટે", તેણે પોલિશ મેગેઝીન 'ડીઝીનીક ગેઝેટા પ્રવના'ને આ મુજબ કહ્યું હતું.
જો કે, આ યોજનાઓ હોવા છતાં, સ્ટ્રોઝિક કહે છે કે યુક્રેનને મદદ કરવા માટે પશ્ચિમે લીધેલા પગલાઓએ એક મજબૂત સંદેશ મોકલ્યો છે, જે આવું કોઈ પગલું ભરતા પુતિનને રોકી પણ શકે છે.
(6:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
