<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th May 2024

ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં મુસ્લિમ મતદાતાઓને મતદાન કરતા રોકવામાં આવી રહ્યા છે: સપા અને કોંગ્રેસનો આરો

ભાજપનો વળતો પ્રહાર, કહ્યું કે મુસલમાનો કોઈની જાગીર નથી, એ ખબર પડી ગઈ એટલે રોવા ધોવાનું શરૂ કર્યું છે

ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષ તો ગુજરાતમાં કોંગ્રેસે સત્તાધારી ભાજપ ઉપર ગંભીર આરોપ લગાવ્યો છે.

બંને પક્ષોનું કહેવું છે કે મુસ્લિમ મતદાતાઓને મતદાન કરતા રોકવામાં આવી રહ્યા છે.

સપાએ ટ્વિટ કરીને લખ્યું છે કે સંભલના અનેક બુથોમાં મુસ્લિમ મતદાતાઓને મત આપતા રોકવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા અસમોલીમાં અનેક બુથો ઉપર મતદાતાઓ સાથે અભદ્રતા અને મારપિટ કરવામાં આવી રહી છે. ચૂંટણી પંચ નિષ્પક્ષ મતદાન સુનિશ્ચિત કરે.

દરમિયાન ભાજપે વળતો પ્રહાર કર્યો છે અને ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી રહેલા દાનિશ આઝાદ અન્સારીએ કહ્યું કે સમાજવાદી પાર્ટીને હવે ખબર પડી ગઈ છે કે, અમે મુસલમાનો કોઈની જાગીર નથી, એટલે હવે રોવા ધોવાનું કામ કરી રહ્યા છે.

 

(7:08 PM IST)