તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 8th May 2024
એક વખતમાં વ્યક્તિ બદલી શકે ૨૦ નોટો જેની કિંમત ૫૦૦૦ થી વધુ ન હોય
ચલણી નોટો બદલાવવાના રિઝર્વ બેન્કના માપદંડોઃજો તમારી પાસે એવી નોટ આવી ગઈ હોય જેનો સિરિયલ નંબર પણ ના દેખાતો તો એવી નોટ બદલી શકાય છે

નવી દિલ્હી, તા.૮
બજારમાં ખરીદી કરતી વેળાએ કેટલીય વાર આપણી પાસે એવી કરન્સી નોટ આવી જતી હોય છે જેનો કોઈપણ વ્યક્તિ સ્વીકાર કરતો નથી. પછી ભલે એ દુકાનદાર, પેટ્રોલ પંપ પર અથવા બસ કન્ડક્ટર હોય ,કોઈ તેને પાછી લેવા તૈયાર હોતું નથી. એવા સમયે દરેકને પ્રશ્ન થાય છે કે હવે આ નોટનું શું થશે ? કેટલીક વાર લોકો જાત જાતની સલાહ પણ આપે છે જેમાંથી કોઈ તમને બઁકમાં બદલાવાનુ પણ સૂચન કરે છે પરંતુ ફાટેલી અથવા નંબર ગયેલી નોટ બઁક પાછી લે છે ? તેવો પ્રશ્ન આપણને ચોક્કસ થશે. તો રિઝર્વ બઁકે ચલણી નોટો બદલી આપવા અંગે કેટલાક નિયમો બનાવ્યા છે, જે મુજબ જો તમારી પાસે એવી નોટ આવી ગઈ હોય જેનો સિરિયલ નંબર પણ ના દેખાતો તો એવી નોટ બદલી શકાય. આવી ખરાબ નોટો માટે બેંક દ્વારા નોટો બદલવાના કેટલાક માપદંડો બનાવ્યા છે. બેંક એવી જ નોટો બદલી આપે છે જેમાં કેટલાક સિક્યોરિટી સાઈન સહી સલામત હોય છે. તેમાં RBIના ગવર્નરની સહી, મહાત્મા ગાંધીનું વોટરમાર્ક, નોટનો સિરિયલ નંબર સહી સલામત હોવું જોઈએ. જો તમારી નોટમાં આ વસ્તુઓ ન હોય તો બેંક તમારી ફાટેલી નોટ બદલવાનો ઇનકાર કરી શકે છે. તમારી તેવી નોટો નહીં બદલી આપવામાં આવે જેમાં RBIના ગવર્નરની સહી, મહાત્મા ગાંધીનું વોટરમાર્ક, નોટનો સિરિયલ નંબર નહીં હોય.
આ ઉપરાંત ઇમ્ૈંએ ફાટેલી નોટ બદલી આપવાની લિમિટ પણ નક્કી કરી છે. એક વખતમાં એક વ્યક્તિ,૨૦ નોટો જ બદલી શકે છે જેની કીંમત વધુમાં વધું ૫૦૦૦ રૃપિયા જ હોવી જોઈએ. જો ફાટેલી નોટની કીંમત પાંચ હજારથી વધુની હશે તો નોટ નહીં બદલી દેવામાં આવે. સિવાય ૨૦ થી વધુ નોટો પણ નહીં બદલી આપવામાં આવે.અને જો તમે ૫૦૦૦થી વધુની નોટો બદલવા જાઓ છો તો પૈસા તમારા હાથમાં નહીં પરંતુ બઁક એકાઉન્ટમાં જમા થશે
(7:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
