તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 8th May 2024
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષને કર્ણાટક પોલીસનું તેડું
૭ દિવસમાં હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યું:નડ્ડા અને IT સેલના માલવિયાને હાજર થવા સમન્સ પાઠવાયું

બેંગલુરુ, તા.૮
કર્ણાટક પોલીસે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અને આઈટી સેલના અમિત માલવિયાને સમન્સ પાઠવ્યું છે. પોલીસે તેમને બેંગલુરુ હાઈગ્રાન્ડ પીએસ સમક્ષ સાત દિવસની હાજર થવા કહ્યું છે. ઉલ્લેખનીય છે કે કોંગસ અને મુસ્લિમોને ટાર્ગેટ કરીને ટ પર એક પોસ્ટ કરવામાં આવી હતી.
ચૂંટણી પંચે મંગળવારે ટને નિર્દેશ આપ્યો હતો કે તેઓ બીજેપી દ્વારા કોંગ્રેસ અને મુસ્લિમોને ટાર્ગેટ કરતો વીડિયો હટાવી લે. બીજી તરફ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખુરશી ખતરામાં હોવા અંગેની ટિપ્પણી કરી હતી.
ખડગેએ આ અંગે સોશિયલ મીડિયા ટ પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના જ મિત્રો પર ટિપ્પણી કરવા લાગ્યા છે, તે જ લોકસભાની ચૂંટણીના પરિણામનો એક ચિતાર છે.
ખડગેએ વધુમાં કહ્યું કે સમય બદલાઈ રહ્યો છે. મિત્રો હવે મિત્રો રહ્યાં નથી. આજે લોકસભાની ચૂંટણીના ત્રણ તબક્કાના મતદાન પછી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે જ પોતાના મિત્રો પર હુમલો કર્યો છે. તેની પરથી સ્પષ્ટ કહી શકાય કે તેમની ખુરશી ખતરામાં છે અને આ જ લોકસભાની ચૂંટણીના પરિણામનો વાસ્તવિક ટ્રેન્ડ છે.
(7:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
