<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th May 2024

કોંગ્રેસના મોટા ગજાના નેતા સામ પિત્રોડાએ ઓવરસીઝ કોંગ્રેસના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું: કોંગ્રેસે સ્વીકારી પણ લીધું

ઓવરસીઝ કોંગ્રેસના ચેરમેનપદેથી સામ પિત્રોડાએ રાજીનામુ આપી દીધું.

"ભારતના પૂર્વમાં રહેનારા ચીના જેવા અને સાઉથમાં રહેલા આફ્રિકનો જેવા." તેમના આ વિવાદિત નિવેદન બાદ નરેન્દ્રભાઈના જોરદાર પ્રહારો સાથે ચારેકોરથી ભારે વિરોધ થતા પિત્રોડાએ પોતાનું પદ છોડવું પડ્યું છે.

કોંગ્રેસે તેમનું રાજીનામું તુરત જ સ્વીકારી લીધું છે.

સામ પિત્રોડાના આ પહેલાંના વિરાસત ટેક્સ અંગેના નિવેદનથી પણ કોંગ્રેસને ભારે નુકસાન ગયું હતું.

સામ પિત્રોડાના રાજીનામાં અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર પોતાની પોસ્ટમાં લખ્યું છે કે સામ પિત્રોડાએ પોતાની મરજીથી ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે અને કોંગ્રેસ અધ્યક્ષે તેમના રાજીનામાનો સ્વીકાર પણ કર્યો છે.

(7:32 PM IST)