તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 8th May 2024
આવતીકાલે ગુરુવારે ઇફકોનો પ્રતિષ્ઠા ભર્યો જંગ: સાંજે પરિણામ

આવતીકાલે ગુરુવારે દિલ્હી ખાતે ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણી યોજાવાની હોય ભાજપના જ બંને ઉમેદવારોએ પોતપોતાના સમર્થનમાં રહેનાર સભ્યોને દિલ્હી પહોંચાડી દીધા છે.
જાણવા મળ્યા મુજબ સૌરાષ્ટ્રના સહકારી અગ્રણી જયેશભાઇ રાદડિયાએ તેમના હાલ ૯૨ સમર્થક સભ્યોને દિલ્હીની હોટલમાં ઉતારો આપ્યો છે. જેઓ અત્યારે રાજકોટના પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયાના બંગલે રાત્રી ભોજન માટે ભેગા થયા છે, તેમ જાણવા મળે છે. જ્યાં દિલીપભાઈ સંઘાણી, મોહનભાઈ કુંડારીયા, વિરજીભાઈ ઠુંમર, જયેશભાઈ રાદડિયા સહિતના અગ્રણીઓ પણ હાજર છે.
સૌરાષ્ટ્રના ૯૨ સભ્યો ઉપરાંત જયેશભાઈ રાદડિયાના જણાવ્યા મુજબ ગુજરાત વિસ્તારના પણ ૨૫ થી ૩૦ સભ્યોનો તેમને ટેકો મળ્યો છે.
જયારે ભાજપે જેમને મેન્ડેટ આપ્યો છે તે ઉમેદવાર બિપીન પટેલ પણ જીતનો દાવો કરી રહ્યા છે.
કુલ ૧૮૨ મતદારો માંથી ૩ મતદારો વિદેશ પ્રવાસે છે. સહુની મીટ આવતીકાલના જંગ ઉપર મંડાયેલ છે.(વિજય વસાણી અકીલા)
(9:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
