<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th May 2024

ભાજપના ભ્રષ્ટાચારના ટેમ્પોના ડ્રાઈવર અને ખલાસી કોણ છે ? દેશ જાણે છે: રાહુલ ગાંધીએ કર્યો પલટવાર

તમને એ પણ ખબર છે કે તેઓ ટેમ્પોમાં પૈસા આપે છે. શું તમારો આ પર્સનલ એક્સપીરિયન્સ છે? એક કામ કરો સીબીઆઈ ઈડીને ત્યાં મોકલીને જલ્દીથી તપાસ કરાવો. ડરો નહીં મોદીજી

વડાપ્રધાન મોદીએ તેલંગાણામાં એક ચૂંટણી રેલી દરમિયાન પૂછ્યું કે રાહુલ ગાંધી હવે અંબાણી અને અદાણીનું નામ કેમ નથી લઈ રહ્યા. તેમણે ઉદ્યોગપતિઓથી કેટલા પૈસા મળે છે. વડાપ્રધાન મોદીના આ નિવેદન પર હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જવાબ આપ્યો છે.

  રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેઓ વડાપ્રધાન મોદીના અદાણી-અંબાણી વાળા નિવેદન અંગે પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ પોસ્ટના કેપ્શનમાં તેમણે લખ્યું કે 'ભાજપના ભ્રષ્ટાચારના ટેમ્પોના ડ્રાઈવર અને ખલાસી કોણ છે, દેશ જાણે છે.' આ વીડિયોમાં રાહુલ ગાંધી કહી રહ્યા છે કે, 'મોદી જી... થોડા ડરી ગયા છો કે શું. તમે બંધ રૂમમાં અંબાણી-અદાણીની વાત કરતા હોવ છો, પરંતુ પહેલીવાર તમે જાહેરમાં જાહેરમાં આ વાત કરી. તમને એ પણ ખબર છે કે તેઓ ટેમ્પોમાં પૈસા આપે છે. શું તમારો આ પર્સનલ એક્સપીરિયન્સ છે? એક કામ કરો સીબીઆઈ ઈડીને ત્યાં મોકલીને જલ્દીથી તપાસ કરાવો. ડરો નહીં મોદીજી.’

આ ઉપરાંત હું દેશને કહું છું કે ‘જેટલા રૂપિયા મોદીજીએ આમને આપ્યા છે એટલા જ રૂપિયા અમે હિન્દુસ્તાનની ગરીબ જનતાને આપવા જઈ રહ્યા છીએ. મહાલક્ષ્મી યોજના, પહેલી નોકરી પક્કી યોજના, જેના માધ્યમથી અમે કરોડો લખપતિ બનાવીશું. તેમણે 22 અરબપતિ બનાવ્યા છે અમે કરોડો લખપતિ બનાવીશું.'

તેલંગાણાના કરીમ નગરમાં આયોજિત એક ચૂંટણી સભામાં વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર આ ગંભીર આરોપ લગાવ્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, 'તમે જોયું હશે કે કોંગ્રેસના શહેજાદા છેલ્લાં પાંચ વર્ષથી ઉઠીને પાંચ ઉદ્યોગપતિ, પાંચ ઉદ્યોગપતિની માળા જપતા હતા. જો કે તેમનો રાફેલવાળો કેસ ગ્રાઉન્ડેડ થઈ ગયો ત્યારે તેમણે નવી માળા જપવાની શરૂઆત કરી, અંબાણી-અદાણી, અંબાણી-અદાણી, અંબાણી-અદાણી. હવે જ્યારથી ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી તેમણે અંબાણી-અદાણીને ગાળો આપવાનું બંધ કરી દીધું છે. હવે શહેજાદા જાહેર કરે કે, તેમણે અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો છે?'

વડાપ્રધાન મોદી આ આરોપ લગાવ્યા પછી અટક્યા ન હતા. તેમણે કહ્યું હતું કે, 'રાહુલ ગાંધી જાહેર કરે કે, તેમણે ચૂંટણીમાં અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો છે કાળાં નાણાંના કેટલા બોરા ભરીને નાણાં લીધા છે? શું ટેમ્પો ભરીને કોંગ્રેસને કાળું નાણું પહોંચ્યું છે? એવો કયો સોદો થયો કે, તેમણે રાતોરાત અંબાણી-અદાણીને ગાળો આપવાનું બંધ કરી દીધું? જરૂર દાળમાં કંઈક કાળું છે. પાંચ વર્ષ સુધી અંબાણી-અદાણીને ગાળો આપી અને પછી રાતોરાત ગાળો આપવાનું બંધ કરી દીધું. તેનો અર્થ એ છે કે, જરૂર કોઈ ને કોઈ ચોરીનો માલ ટેમ્પો ભરી ભરીને તમે મેળવ્યો છે. તમારે દેશને જવાબ આપવો પડશે

(9:18 PM IST)