<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th May 2024

આનંદો, ફ્રીમાં જોઈ શકાશે T20 વર્લ્ડ કપની તમામ મેચ

ક્રિકેટ પ્રેમીઓ માટે કામના સમાચારઃડિઝની હોટસ્ટારના વડાએ કે, દરેક લોકો મેચ જોઈ શકે તે માટે અમે મોબાઈલ પર ફ્રીમાં બતાવવાનું નક્કી કર્યું છે

નવી દિલ્હી, તા.૮

ક્રિકેટ પ્રેમીઓ માટે કામના સમાચાર છે. ટી૨૦ વર્લ્ડકપ ૨૦૨૪ શરૃ થવાને એક મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. મોટા ભાગના દેશો આ ટુર્નામેન્ટ માટે પોતાની ટીમ જાહેર કરી ચુક્યા છે. આ વખતે આ ટુર્નામેન્ટ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે. અમેરિકાને કોઈ આઈસીસી ટુર્નામેન્ટની યજમાની આપવામાં આવી હોય તેવો આ પ્રથમ મોકો છે.

ગત વર્ષે વન ડે વર્લ્ડકપ ફાઇનલમાં મળેલી હાર બાદ ભારતીય ફેંસ રોહિત શર્મા એન્ડ કંપનીને ટી૨૦ વર્લ્ડકપ ટ્રોફી ઉઠાવતાં જોવા આતુર છે. ક્રિકેટ ફેંસ માટે સારા સમાચાર છે કે બ્રોડકાસ્ટર્સે ભારતીય ફેંસ માટે ટી૨૦ વર્લ્ડકપ ફ્રીમા બતાવવાનો ફેંસલો કર્યો છે.  ટી૨૦ ક્રિકેટ વર્લ્ડકપ ૨૦૨૪નુ ફ્રી સ્ટ્રીમિંગ ડીઝની   હોટસ્ટાર પર થશે. આ માટે તમારે સબસ્ક્રીપ્શન લેવાની જરૃર નથી. તમે ફ્રીમાં મેચનો આનંદ ઉઠાવી શકશો. ટીવી પર તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર મેચનો આનંદ લઈ શકશો.  ડિઝની   હોટસ્ટારના વડા સજિત શિવાનંદે કહ્યું કે, દરેક લોકો મેચ જોઈ શકે તે માટે અમે ICC T20 વર્લ્ડ કપ મોબાઈલ પર ફ્રીમાં બતાવવાનું નક્કી કર્યું છે. આ રમત દેશના દરેક ખૂણે પહોંચવી જોઈએ અને ક્રિકેટ પ્રેમી કોઈપણ ક્ષણ ચૂકવા ન જોઈએ. ૨ જૂનથી શરૃ થનારી ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ ૨૯ જૂને રમાશે. ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત ૨૦ ટીમો ભાગ લેશે. ભારત તેનો પ્રથમ મુકાબલો આયરલેંડ સામે ૫ જૂને રમશે. ટીમ ઈન્ડિયા બીજો મુકાબલો પાકિસ્તાન સામે ૯ જૂને રમશે. ગત વખતે ઓસ્ટ્રેલિયામાં રમાયેલ ટી૨૦ વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ ચેમ્પિયન બન્યું હતું.

ગયા વર્ષે ભારતમાં આયોજિત ODI વર્લ્ડ કપ દરમિયાન, સ્ટ્રીમિંગમાં ઘણા દર્શકોના રેકોર્ડ તૂટી ગયા હતા. ગયા વર્ષે, જ્યારે ODI વર્લ્ડ કપનું લાઈવ સ્ટ્રીમિંગ ફ્રી કરવામાં આવ્યું હતું, ત્યારે દર્શકોનો રેકોર્ડ પાંચ વખત તૂટી ગયો હતો. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચ દરમિયાન એક સમયે ૫.૯ કરોડ લોકો હોટ સ્ટાર પર સ્ટ્રીમિંગ જોઈ રહ્યા હતા, જે એક રેકોડ છે.

ICC T20 વર્લ્ડ કપ ૨૦૨૪ માટે ટીમ ઇન્ડિયાની નવી જર્સી લોન્ચ કરવામાં આવી છે. ચાહકો લાંબા સમયથી ICC T20 વર્લ્ડ કપ ૨૦૨૪ માટે ભારતની જર્સી રિલીઝ થવાની આશા રાખી રહ્યા હતા. ICC T20 વર્લ્ડ કપ ૨૦૨૪ માટે Adidas દ્વારા ડિઝાઇન કરાયેલ ભારતની નવી જર્સીમાં નિયમિત ટી-૨૦ કિટમાંથી નોંધપાત્ર ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં નારંગી અને વાદળી રંગનો નોંધપાત્ર ભાગ છે.

(9:25 PM IST)