<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th May 2024

IPLમાં રનની સુનામી: ચોક્કા છક્કાની લ્હાણી: લખનઉ સામે હૈદરાબાદની ૧૦ વિકેટે જબરજસ્ત જીત: ૫૮ બોલમાં હૈદરાબાદે ૧૬૭ રન બનાવ્યા

અભિષેક શર્માએ માત્ર ૨૮ દડામાં ૭૫ રન અને હેડે ૩૦ દડામાં ૮૯ રન ફટકાર્યા :બંને બેટ્સમેનોએ કુલ ૧૬ ચોક્કા અને ૧૪ છક્કા ઝૂડ્યા .

આઈ પી એલ ૨૦૨૪માં આજે લખનઉ સામે હૈદરાબાદે ૧૦ વિકેટે મહાજીત મેળવી છે: લખનઉએ ૨૦ ઓવરમાં ૪ વિકેટ ગુમાવી ૧૬૫ રન બનાવ્યા હતા, જ્યારે હૈદરાબાદે ૯.૪ ઓવરમાં ૫૮ દડા રમી ૧૬૭ રન બનાવી લીધા હતા. હૈદરાબાદના અભિષેક શર્માએ માત્ર ૨૮ દડામાં ૭૫ રન અને હેડે ૩૦ દડામાં ૮૯ રન ફટકાર્યા હતા. બંને બેટ્સમેનોએ કુલ ૧૬ ચોક્કા અને ૧૪ છક્કા ફટકાર્યા હતા.

IPL 2024 ની 57મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. લખનૌની ટીમે 165 રન બનાવ્યા હતા.

  સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડની જોરદાર બેટિંગથી આ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. લખનૌના બોલરો અભિષેક-હેડ સામે ટકી શક્યા ન હતા. આ જ ખેલાડીઓએ અડધી સદી ફટકારી અને એકલા હાથે હૈદરાબાદને જીત અપાવી હતી .

   આ જીત સાથે હૈદરાબાદની ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને આવી ગઈ છે. સાત જીત અને પાંચ હાર સાથે 12 મેચ બાદ તેમના 14 પોઈન્ટ છે. હૈદરાબાદનો નેટ રન રેટ +0.406 છે. તે જ સમયે, 12મી મેચમાં લખનૌની આ છઠ્ઠી હાર હતી. ટીમ 12 પોઈન્ટ અને -0.769ના નેટ રન રેટ સાથે છઠ્ઠા સ્થાને છે

  . હૈદરાબાદની આગામી મેચ 16 મેના રોજ ગુજરાત ટાઇટન્સ અને 19 મેના રોજ પંજાબ કિંગ્સ સામે છે. હૈદરાબાદની ટીમ આ બંને મેચ તેના હોમ ગ્રાઉન્ડ પર રમશે. તે જ સમયે, લખનૌની ટીમે 14 મેના રોજ અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી અને 17 મેના રોજ વાનખેડેમાં મુંબઈનો સામનો કરવાનો છે.

(11:08 PM IST)