News of Wednesday, 8th May 2024
હરિદ્વારના હરકી પૈડીની હોટલમાં આગ: ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી: અફરાતફરીનો માહોલ
આગ એટલી પ્રચંડ છે કે તેની જ્વાળાઓ બહાર સુધી પહોંચી રહી છે.

હરિદ્વારમાં હરકી પૈડી પાસે એક હોટલમાં આગ લાગવાથી અફરા-તફરી મચી ગઈ છે. માહિતી મળતાં જ હરકી પૈડી પોલીસ ચોકીની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ભીડને નિયંત્રિત કરવામાં આવી રહી છે. ફાયર ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી છે. આગ એટલી પ્રચંડ છે કે તેની જ્વાળાઓ બહાર સુધી પહોંચી રહી છે.
(11:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
