<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

૧૨૦થી વધુ મહિલાઓ પર બળાત્‍કાર કરનાર જલેબી બાબાનું જેલમાં મોત

બાબા મહિલાઓ પર બળાત્‍કાર કરતો હતો અને તે દરમિયાન અશ્‍લીલ વીડિયો બનાવતો હતો :મહિલાઓને બ્‍લેકમેલ કરતો હતો

હિસાર, તા.૯: ૧૨૦થી વધુ મહિલાઓ પર બળાત્‍કાર કરનાર હરિયાણાના જલેબી બાબાનું હિસાર જેલમાં મોત થયું છે. તે ૧૪ વર્ષની જેલની સજા ભોગવી રહ્યો હતો. જલેબી બાબા ૧૨૦થી વધુ મહિલાઓ પર બળાત્‍કારનો વીડિયો બનાવવાનો દોષી હતો. જલેબી બાબા ઉર્ફે બિલ્લુ હિસારના અમરપુરીની સેન્‍ટ્રલ જેલ-૨માં બંધ હતો. તેણે ૧૦૦થી વધુ મહિલાઓને ચામાં નશો આપીને બળાત્‍કાર ગુજાર્યો હતો. તેનો અશ્‍લીલ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. બુધવારે જેલમાં તેમની તબિયત અચાનક બગડતાં તેમને અગ્રોહા પીજીઆઈમાં લઈ જવામાં આવ્‍યા હતા. જ્‍યાં પીજીઆઈમાં તપાસ બાદ ડોક્‍ટરે તેને મળત જાહેર કર્યો હતો. પોલીસ મેજિસ્‍ટ્રેટની હાજરીમાં તેમના મળતદેહનું પોસ્‍ટમોર્ટમ કરવામાં આવ્‍યું હતું.

જલેબી બાબા તંત્ર મંત્રના નામે મહિલાઓને નશો ખવડાવીને બળાત્‍કાર કરતા હતા. જલેબી બાબા પર ૧૨૦ મહિલાઓ પર બળાત્‍કારનો આરોપ છે. તેના આશ્રમમાંથી ૩૦થી વધુ સેક્‍સ સીડી પણ મળી આવી હતી. જલેબી બાબા મહિલાઓના અશ્‍લીલ વીડિયો બનાવીને બ્‍લેકમેલ પણ કરતા હતા. જુલાઈ ૨૦૧૮ માં, ફતેહાબાદ જિલ્લા ટોહાનામાં એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં બળાત્‍કારી જલેબી બાબા ઉર્ફે બિલ્લુરામ ઉર્ફે અમરપુરી એક મહિલા સાથે સેક્‍સ કરતો જોવા મળ્‍યો હતો.

વીડિયો વાયરલ થયા બાદ ટોહાનાના લોકોમાં વિરોધ થયો હતો અને બાબા વિરુદ્ધ પ્રદર્શન પણ કરવામાં આવ્‍યું હતું. આ પછી, દબાણમાં આવીને, ટોહાના પોલીસે ૧૯ જુલાઈ ૨૦૧૮ ના રોજ ટોહાનાના તત્‍કાલીન શહેર પોલીસ સ્‍ટેશનના પ્રભારી પ્રદીપ કુમારની ફરિયાદ પર બાબા વિરુદ્ધ કેસ નોંધ્‍યો, ત્‍યારબાદ તેની પણ ધરપકડ કરવામાં આવી. પોલીસે ૧ નવેમ્‍બર ૨૦૨૦ના રોજ કોર્ટમાં બાબા વિરુદ્ધ ૨૦૦ પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. આ સમયગાળા દરમિયાન, ૨૦ જુબાનીઓ હતી, જેમાં સગીર પીડિતા, મહિલાઓ, પોલીસ અધિકારીઓ અને FSL અધિકારીઓના નિવેદનો પણ કોર્ટમાં નોંધવામાં આવ્‍યા હતા.

જલેબી બાબાના રૂમમાંથી અફીણ મળી આવ્‍યું હતું NDPS એક્‍ટ હેઠળ ફતેહાબાદની સેશન્‍સ કોર્ટમાં જ નહીં પરંતુ ટોહાના કોર્ટમાં પણ બળાત્‍કારી જલેબી બાબા વિરુદ્ધ કેસ નોંધાયેલ છે. જ્‍યારે બાબાના આશ્રમના રૂમની તપાસ કરવામાં આવી તો ત્‍યાંથી અફીણ મળી આવ્‍યું. આ મામલે ટોહાનામાં બાબા વિરુદ્ધ NDPS એક્‍ટ હેઠળ કેસ નોંધવામાં આવ્‍યો હતો.(

(10:50 AM IST)