<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

ધો. ૧૦નું પરિણામ શનિવારે

રાજકોટ તા. ૯ : વિદ્યાર્થીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેનો સમય આવી ચૂક્‍યો છે. ધોરણ - ૧૦ નું પરિણામ ૧૧ તારીખે અને શનિવારે જાહેર કરવામાં આવશે. ધોરણ ૧૦નું પરિણામ સવારે ૮ વાગ્‍યે સાઈટ પર મુકવામાં આવશે. ગુજરાતમા ધોરણ ૧૦માં ૯ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે. બીજી તરફ આજે ધોરણ ૧૨ સામાન્‍ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયુ છે.

એક તરફ આજે ધો.૧૨ સાયન્‍સ, સા.પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર થઈ ગયું છે. ગુજરાતના લાખો પરિવારોમાં આજે ખુશીનો દિવસ છે. ત્‍યારે હવે બોર્ડ દ્વારા ધોરણ-૧૦ ના પરિણામની તારીખ પણ જાહેર કરી દેવાઈ છે. ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન બંછાનિધિ પાનીએ પ્રેસ કોન્‍ફરન્‍સ કરીને પરિણામની જાહેરાત કરી કે,ધોરણ ૧૦ નું પરિણામ ૧૧ તારીખે જાહેર થશે. તારીખ ૧૧ મીના રોજ સવારે આઠ વાગે ધોરણ ૧૦ નું પરિણામ જાહેર થશે.

ગુજરાત બોર્ડના ઈતિહાસમાં પહેલાવીર ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્‍ય પ્રવાહનું પરિણામ એક જ દિવસે જાહેર કરાયું છે. સાથે જ ગુજકેટનું પરિણામ પણ આજે જ જાહેર કરાયું છે.

(10:58 AM IST)