<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

ભેટમાં મળેલ શેરો પર નહીં લાગે કેપીટલ ગેઇન ટેક્ષઃ બોમ્‍બે હાઇકોર્ટનો ચુકાદો

મુંબઇ : બોમ્‍બે હાઇકોર્ટના તાજેતરના ચુકાદાને ઉદાહરણ તરીકે માનવામાં આવે તો, શેરોને ભેટ તરીકે ટ્રાન્‍સફર કરવામાં આવે તો તેના પર કેપીટલ ગેઇન ટેક્ષ નહીં લાગે. મુંબઇના જય ટ્રસ્‍ટ વિરૂધ્‍ધ કેન્‍દ્ર સરકારના એક કેસમાં બોમ્‍બે હાઇકોર્ટે આ ચુકાદો સંભળાવ્‍યો છે. કોર્ટે ટેક્ષ અધિકારીઓ તરફથી અપાયેલ એક રીવ્‍યુ નોટીસને રદ કરી હતી. જેમાં એવા આક્ષેપ કરાયા હતા કે ટ્રસ્‍ટે ભેટ તરીકે શેરોને ટ્રાન્‍સફર કરીને એક ખાસ આવકવેરા ગણત્રીથી બચવાનો પ્રયાસ કર્યો છે.

કોર્ટે સ્‍વીકાર્યુ કે ભેટ સ્‍વૈચ્‍છીક રીતે આપવામાં આવે છે અને એટલે તેના બદલામાં કોઇ રકમ મેળવવાની જરૂર નથી હોતી.

(1:48 PM IST)