તા. ૧૯ એપ્રિલ ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ચૈત્ર સુદ - ૧૧ શુક્રવાર
News of Thursday, 9th May 2024
ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે પરિવારની ભકિતથી મારૂં નામ રખાયું: બાંસુરી સ્વરાજ
સુષ્મા સ્વરાજની પુત્રીએ જણાવ્યું પોતાના નામ પાછળનું રહસ્ય

નવી દિલ્હી તા. ૯: ભાજપના દીવંગત નેતા સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરી લોકસભાની ચૂંટણીમાં વ્યસ્ત છે. દિલ્હીમાં ૨૫મી મેના રોજ લોકસભાની ચૂંટણી છે. કોઈપણ નેતાની જેમ બાંસુરી પણ આ ચૂંટણી પહેલા જનતા સાથે વાત કરી રહ્યા છે અને જાહેર સભાઓ કરી રહ્યા છે. તેમની જાહેરસભામાં પણ ભારે ભીડ જોવા મળે છે.
બાંસુરી સ્વરાજના રાજકીય ઈન્ટરવ્યુ અને તેમની સાથેની રાજનીતિ પર વાતચીત ઘણી જોવા મળે છે, પરંતુ આજ તકે બાંસુરી સાથે એવા પાસાઓ પર વાત કરી જેના વિશે લોકો ઓછા જાણતા હશે. પોતાના નામ અંગેનો કિસ્સો જણાવતા બાંસુરી સ્વરાજે કહ્યું કે તેમના પરિવારના સભ્યોએ તેમને કળષ્ણ પ્રત્યેની ભક્તિના કારણે આ નામ આપ્યું છે. કળષ્ણને વાંસળી ખૂબ પસંદ હતી. તેથી જ તેમનું નામ બાંસુરી રાખવામાં આવ્યું છે અને તેમને કળષ્ણ પ્રત્યેની આ ભક્તિ વારસામાં મળી છે.
ખાવા પીવા અને ફિલ્મો જોવાના શોખીન બાંસુરી જણાવે છે કે તેણે છેલ્લી ફિલ્મ તેની માતા સુષ્મા સ્વરાજ સાથે જોઈ હતી. આ ફિલ્મનું નામ હતું ‘ઉજ્ઞ' આજે પણ આ ફિલ્મ જોયા પછી તે કહી શકે છે કે તેનો ઉત્સાહ ઘણો વધારે છે. આ સિવાય ઇજાઝત તેની પ્રિય ફિલ્મોમાંની એક છે, કારણ કે તે તેના માતા અને પિતા બંનેની પ્રિય ફિલ્મ છે અને તે ઘણીવાર તેમની સાથે બેસીને તેને જોતી હતી.
તેણીના કોલેજના દિવસોની એક ઘટનાને યાદ કરતાં, બાંસુરીએ સ્મિત સાથે કહ્યું કે તે ખાવાના શોખીન છે પણ રસોઈ બનાવતા પણ જાણે છે. માત્ર તેને રોટલી કેવી રીતે બનાવવી તે આવડતું નથી. આ ઘટના તે દિવસોમાં બની હતી જ્યારે તે ઓક્સફોર્ડમાં કાયદાનો અભ્યાસ કરતી હતી. પછી એક દિવસ તેમની માતા એટલે કે સુષ્મા સ્વરાજ તેમને મળવા ઓક્સફર્ડ પહોંચ્યા. બાંસુરીએ તેની માતાની તમામ મનપસંદ વાનગીઓ તૈયાર કરી, ત્યારબાદ તેણે ભોજનમાં સુધારો કરવાની વાત કરી. માતાના ભારત પાછા ફર્યાના માત્ર બે મહિના પછી તેના પિતા પણ તેને મળવા ઓક્સફર્ડ પહોંચ્યા, જ્યાં બાંસુરીએ તેના પિતા માટે સરસ ભોજન તૈયાર કર્યું. આ સમય દરમિયાન, જ્યારે તેના પિતાએ ટેબલ પર ઘણી વાનગીઓ જોઈ, ત્યારે તેઓ કાર સીધા યુનિવર્સિટીમાં લઈ ગયા અને પ્રોફેસરને પૂછયું કે તે રસોઈ બનાવે છે કે અભ્યાસ પણ કરે છે? પરંતુ પ્રોફેસરે કહ્યું કે બાંસુરી વર્ગના ટોપર બાળકોમાંની એક છે,ત્યારબાદ તેના પિતાએ તેની પીઠ પર થપથપાવી અને કહ્યું કે રસોઇ ન કરો, અભ્યાસમાં ધ્યાન આપો.
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
