<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

ચંદીગઢ એરપોર્ટ ઉપર કાર્યકર્તાઓ દ્વારા પૂર્વ મુખ્‍યમંત્રી અને પંજાબ - ચંદીગઢ ભાજપ પ્રભારી વિજયભાઈ રૂપાણીનું સ્‍વાગત-સન્‍માન

રાજકોટઃ આગામી તારીખ ૦૧લી જૂનના રોજ ચંદીગઢ લોકસભા અને પંજાબની લોકસભા સીટનું મતદાન યોજાનાર છે. શ્રી નરેન્‍દ્રભાઈ મોદીજીને ફરીથી વડાપ્રધાન બનાવવા સમગ્ર પંજાબમાં જબરજસ્‍ત ઉત્‍સાહજનક વાતાવરણ ઠેર ઠેર જોવા મળી રહેલ છે.આજથી પંજાબની તમામ લોકસભાની સીટો ઉપર પ્રચાર-પ્રસાર પ્રવાસ શરૂ થયેલ તે  પ્રસંગે ચંદીગઢ એરપોર્ટ ઉપર કાર્યકર્તાઓ દ્વારા પૂર્વ મુખ્‍યમંત્રી અને પંજાબ - ચંદીગઢ ભાજપ પ્રભારી વિજયભાઈ રૂપાણીનું સ્‍વાગત સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

(3:37 PM IST)