તા. ૧૯ એપ્રિલ ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ચૈત્ર સુદ - ૧૧ શુક્રવાર
News of Thursday, 9th May 2024
શ્રીલંકા જવા માટે ભારતીયોને હવે વિઝાની જરૃર નહીં પડે
૩૦ દિવસના વિઝા ફ્રી એક્સેસ મળશેઃપર્યટન ઉદ્યોગના પુનઃર્નિમાણના પ્રયત્નોના ભાગ રૃપે નિર્ણય

શ્રીલંકા, તા.૯
શ્રીલંકાની સરકારનો નિર્ણય પર્યટન ઉદ્યોગના પુનઃર્નિમાણના પ્રયત્નોના ભાગ રૃપે આવ્યો છે. જેને કોરોના મહામારી અને દેશમાં ચાલી રહેલા આર્થિક અને રાજનૈતિક સંકટોના કારણે ગંભીર પડકારનો સામનો કરવો પડ્યો છે.
પર્યટકોને મોટી સંખ્યામાં પોતાના દેશમાં આવવાનું પ્રોત્સાહન આપવા માટે શ્રીલંકાએ પોતાની વીઝા પોલિસીને રિન્યૂ કરી છે. ભારત અને છ અન્ય સિલેક્ટેડ દેશોના નાગરિકોને વીઝા ફ્રી એક્સેસને રિન્યૂ કર્યું છે.
તેનો ઉદ્ધેશ્ય ઈન્ટરનેશનલ પર્યટકો માટે યાત્રાને વધારે સુલભ અને સુવિધાજનક બનાવવાનું છે. આ પહેલમાં ભારત, ચીન, રશિયા, જાપાન, મલેશિયા, થાઈલેન્ડ અને ઈન્ડોનેશિયા શામેલ છએ. આ દેશોના નાગરીકોને શ્રીલંકામાં ૩૦ દિવસના વિઝા ફ્રી એક્સેસ મળશે.
શ્રીલંકાની સરકારનો નિર્ણય પર્યટન ઉદ્યોગના પુનઃર્નિમાણના પ્રયત્નોના ભાગ રૃપે આવ્યો છે. જેને કોરોના મહામારી અને દેશમાં ચાલી રહેલા આર્થિક અને રાજનૈતિક સંકટોના કારણે ગંભીર પડકારનો સામનો કરવો પડ્યો છે. પાયલેટ પ્રોજેક્ટના રૃપમાં વીઝા ફ્રી એક્સેસ યોજના પર્યટકોને પ્રોત્સાહન આપવા માટે શરૃ કરવામાં આવી હતી.
જોકે વિઝા ફ્રી એક્સેસ સિલેક્ટેડ દેશોના વિઝિટરને શ્રીલંકામાં ૩૦ દિવસ સુધી રહેવાની પરવાનગી આપે છે પરંતુ તેમને પોતાના આગમન પહેલા વેબસાઈટ www. srilankaevisa.lkના માધ્યમથી પોતાના વીઝા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ ઓનલાઈન અરજી પ્રક્રિયા આવનાર પર્યટકો માટે સિક્યોરીટી ચેકિંગ બનાવી રાખતા પ્રોસેસિંગ સુનિશ્ચિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવી છે.
(7:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
