<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

શરમજનક હાર બાદ હવે કેએલ રાહુલની કેપ્ટન્સી જોખમમાં ! : ટિમ મેનેજમેન્ટ લઇ શકે મોટો નિર્ણય

- છેલ્લી બે મેચોમાં ટીમને કારમી હાર બાદ બાકીની બે મેચોમાં સુકાની પદ છોડી શકે :તેની જગ્યાએ વાઈસ કેપ્ટનને કેપ્ટન બનાવાય તેવી અટકળ

લખનૌ સુપર જાયન્ટ્સ કેએલ રાહુલની કેપ્ટનશીપ હેઠળ નબળી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે. IPL 2024 માં સનરાઈઝર્સ હૈદરાબાદે લખનૌને 10 વિકેટથી હરાવ્યું. આ મેચમાં લખનૌને 166 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેનો પીછો હૈદરાબાદે માત્ર 9.4 ઓવરમાં કરી લીધો હતો. આ શરમજનક હાર બાદ હવે કેએલ રાહુલની કેપ્ટન્સી જોખમમાં છે.

  આ ઉપરાંત લખનઉની ટીમનું પ્લેઓફમાં પહોંચવાનું ગણિત પણ ખોરવાઈ ગયું છે. તેણે કોઈપણ કિંમતે આ બંને મેચ જીતવી પડશે. આ પછી પ્લેઓફમાં પહોંચવાનો દાવો વધુ મજબૂત થશે.જો કે હાલમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કેએલ રાહુલ આ બાકીની બે મેચ પહેલા કેપ્ટનશીપ છોડી શકે છે. તેનું કારણ એ છે કે રાહુલ પોતાની બેટિંગ પર ધ્યાન આપવા માંગે છે. કેએલ રાહુલ 2022ની સિઝનમાં 17 કરોડ રૂપિયાના કરાર સાથે લખનૌની ટીમ સાથે જોડાયો હતો. આ ટીમની આ પ્રથમ સિઝન હતી. પરંતુ હવે અહેવાલો દાવો કરી રહ્યા છે કે ફ્રેન્ચાઇઝી 2025 માં યોજાનારી IPL મેગા હરાજી પહેલા કેએલ રાહુલને રિલીઝ કરી શકે છે.
   સનરાઇઝર્સ હૈદરાબાદ સામે લખનૌ સુપરજાયન્ટ્સની 10 વિકેટે કારમી હાર બાદ ટીમના કેપ્ટન કેએલ રાહુલની કેપ્ટનશીપ પણ જોખમમાં છે. LSG આઈપીએલ પ્લેઓફની રેસમાં યથાવત છે પરંતુ છેલ્લી બે મેચોમાં ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. તે લીગની બાકીની બે મેચોમાં સુકાની પદ છોડી શકે છે. તેની જગ્યાએ વાઈસ કેપ્ટનને કેપ્ટન બનાવી શકાય છે. આ સિવાય હવે કેએલ રાહુલના આ ટીમ સાથે ચાલુ રાખવા અંગે શંકા છે.    

    2022ની હરાજીમાં રેકોર્ડ 17 કરોડ રૂપિયામાં લખનૌની ટીમમાં સામેલ થયેલા કેએલ રાહુલને 2025માં મોટી હરાજી પહેલા ટીમ દ્વારા જાળવી રાખવામાં આવે તેવી શક્યતા ઓછી છે. જો કે આ દરમિયાન એવી અટકળો છે કે સુકાની પોતે પોતાનું પદ છોડીને આગામી બે મેચોમાં તેની બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.

(8:22 AM IST)