<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

અસદુદ્દીન ઓવૈસી ભાજપ સાથે મળીને કામ કરી રહ્યા છેઃ પ્રિયંકા ગાંધીનો મોટો પ્રહાર

બીજેપીને જ્યાં પણ અન્ય પક્ષોને પાછળ ધકેલી દેવા માટે કોઈને મેદાનમાં ઉતારવાની જરૂર હોય ત્યાં તે આમ કરી રહી છે

નવી દિલ્હી : કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ અસદુદ્દીન ઓવૈસી ભાજપ સાથે મળીને કામ કરતા હોવાનો મોટો આક્ષેપ કર્યો છે, પ્રિયંકા ગાંધીએ રાયબરેલીમાં કહ્યું કે હું તમને વારંવાર કહું છું. અસદુદ્દીન ઓવૈસી સીધા ભાજપ સાથે કામ કરી રહ્યા છે. બીજેપીને જ્યાં પણ અન્ય પક્ષોને પાછળ ધકેલી દેવા માટે કોઈને મેદાનમાં ઉતારવાની જરૂર હોય ત્યાં તે આમ કરી રહી છે. તેલંગાણાની ચૂંટણીમાં આ બિલકુલ સ્પષ્ટ થઈ ગયું છે

(8:23 AM IST)