<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

મુસ્‍લિમોનું ધુબરીમાં ૯૨ ટકા મતદાનઃ દેશને દેખાડે છે રાહ

આ સીટ પર ગઈ ચૂંટણીમાં આશરે ૯૧ ટકા મતદાન થયું હતું

નવી દિલ્‍હી,તા.૧૦: લોકસભા ચૂંટણી ૨૦૨૪માં ચોથા તબક્કાનું મતદાન ૧૩ મેએ થશે. ચોથા તબક્કામાં ૧૦ રાજયોની ૯૬ લોકસભા સીટો પર મતદાન થશે. લોકસભા ચૂંટણી પહેલાં ત્રણ તબક્કામાં મતદાન મામલે આસામની ધુબરી લોકસભા સીટ સૌથી આગળ છે. ટર્નઆઉટ એપ મુજબ આ સીટ પર ૯૨.૦૮ ટકા મતદાન થયું હતું. ત્રણ તબક્કામાં ૨૮૩ લોકસભા સીટો પર મતદાન પૂરું થઈ ચૂક્‍યું છે.

ધુબરી લોકસભા સીટને AIUDFના ચીફ બદરુદ્દીન અજમલનો ગઢ માનવામાં આવે છે. આ સીટ પર ગઈ ચૂંટણીમાં આશરે ૯૧ ટકા મતદાન થયું હતું. આસામના ધુબરી લોકસભા સીટમાં કુલ મતદારોની સંખ્‍યા ૨૬.૪૩ લાખ મતદારો છે. અહીં સૌથી વધુ મતદારોની સંખ્‍યા બંગાળી મુસ્‍લિમોની છે.

આ સાથે આસામની બારપેટા લોકસભા સીટ પણ આ ચૂંટણીમાં બમ્‍પર મતદાન થયું છે. આ સીટ પર ગઈ વખતે ૮૬.૬ ટકા મતદાન થયું હતું. આ વખતે અહીં ૮૫.૨ ટકા મતદાન થયું હતું. અહીં હવે આ વિસ્‍તારની સ્‍થિતિ ઘણી બદલાઈ ગઈ છે. હવે અહીં મુસ્‍લિમ મતદાતાઓની સંખ્‍યા ૩૫ ટકા છે.

પહેલાં અહીં મુસ્‍લિમ મતદાતોની સંખ્‍યા આશરે ૬૦ ટકા હતી.ગુજરાતમાં માત્ર બનાસકાંઠા લોકસભા સીટ પર ગઈ વખત કરતાં વધુ મતદાન થયું હતું. મધ્‍ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં એવી સીટોની સંખ્‍યા છ-છ રહી છે. UPમાં SPના ગઢ મૈનપુરી લોકસભા સીટ પર આ વખત કરતાં બે ટકા વધુ મતદાન થયું હતું.

(9:36 AM IST)