News of Friday, 10th May 2024
સામ પિત્રોડા બાદ હવે આગળ આવ્યા મણિશંકર ઐયર : પાકિસ્તાન તરફી પ્રેમ છલકયો
ભારતે પાકિસ્તાનનું સન્માન કરવું જોઈએ : તેમની પાસે પરમાણુ બોમ્બ છે
જો આપણે તેમનું સન્માન નહીં કરીએ તો તેઓ ભારત પર પરમાણુ હુમલો કરવાનું વિચારશે

નવી દિલ્હી, તા.૧૦: કોંગ્રેસના મોટા નેતાઓના વાહિયાત નિવેદનો રોજ નવી સમસ્યા ઉભી કરી રહ્યા છે. વારસાગત ટેક્સ અને ભારતીયો વિશે જાતિવાદી ટિપ્પણી કરનાર ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સામ પિત્રોડા બાદ હવે કોંગ્રેસના વધુ એક નેતાનું નિવેદન સામે આવ્યું છે. પાર્ટીના વરિષ્ઠ નેતા મણિશંકર અય્યરે પાકિસ્તાનને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે.
મણિશંકર ઐયરે કહ્યું કે ભારતે પાકિસ્તાનનું સન્માન કરવું જોઈએ કારણ કે પાડોશી દેશ પાસે પરમાણુ બોમ્બ છે. જો આપણે તેમનું સન્માન નહીં કરીએ તો તેઓ ભારત પર પરમાણુ હુમલો કરવાનું વિચારી શકે છે.
અય્યરે કહ્યું કે ભારતે એ ન ભૂલવું જોઈએ કે પાકિસ્તાન પાસે પણ પરમાણુ હથિયાર છે. મને સમજાતું નથી કે વર્તમાન સરકાર શા માટે કહે છે કે અમે પાકિસ્તાન સાથે વાત નહીં કરીએ કારણ કે ત્યાં આતંકવાદ છે. એ સમજવું જરૂરી છે કે આતંકવાદને ખતમ કરવા માટે ચર્ચા ખૂબ જ જરૂરી છે. નહીં તો પાકિસ્તાન વિચારશે કે ભારત ઘમંડી રીતે આપણને દુનિયામાં નાનું દેખાડી રહ્યું છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનનો કોઈપણ પાગલ આ બોમ્બનો ઉપયોગ કરી શકે છે.
અય્યરે કહ્યું કે ભાજપ કહે છે કે આતંકવાદ અને મંત્રણા સાથે ન ચાલી શકે. પરંતુ વાતચીતથી જ આતંકવાદનો અંત આવશે.
કોંગ્રેસ નેતા કહે છે કે આપણે વિચારવું પડશે કે આપણી સમસ્યાઓ કેવી રીતે હલ થશે. હું શું કહું છું કે તમે નફરત બતાવીને અથવા બંદૂક બતાવીને પરિસ્થિતિને સુધારી શકતા નથી. આપણે સમજવું પડશે કે પાકિસ્તાન પણ એક સાર્વભૌમ રાષ્ટ્ર છે, તેનું સન્માન પણ છે. તેમનું માન જાળવીને આપણે તેમની સાથે કડકાઈથી વાત કરવી જોઈએ. હવે શું થઈ રહ્યું છે? અમે વાત નથી કરી રહ્યા, આનાથી તણાવ વધી રહ્યો છે.
અય્યરે કહ્યું કે અમે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે ખૂબ જ મહેનત કરી છે. પરંતુ છેલ્લા ૧૦ વર્ષથી તમામ વાતો બંધ છે. જ્યારે બીજી વ્યક્તિ પાસે તાાયુઓ ન હોય ત્યારે આપણે તાાયુઓ (તાકાત) બતાવવી જોઈએ. તેના તાાયુઓ કહુટા, રાવલપિંડીમાં પડેલા છે. ગેરસમજ ફેલાશે તો ઘણી તકલીફ થશે.
તેમણે કહ્યું કે રાજીવ ગાંધીએ પાકિસ્તાન સાથે યુદ્ધના ભય વચ્ચે શાંતિનો માર્ગ શોધી કાઢયો હતો. પરંતુ આજના સમયમાં પાકિસ્તાન સાથે શાંતિની શકયતાઓ છે પરંતુ મોદીજી યુદ્ધનો રસ્તો શોધી રહ્યા છે.(
(10:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
