News of Friday, 10th May 2024
કેદારનાથ ધામના કપાટ ખુલ્યાઃ હર હર મહાદેવના નાદ સાથે ચારધામ યાત્રાનો પ્રારંભ
આજે સવારે ૭.૧પ કલાકે વિધિ વિધાનથી બાબા કેદારની પંચમુખી ડોળીની મંદીરમાં સ્થાપના કરાઇ : ગંગોત્રી ધામના કપાટ બપોરે ૧ર.રપ કલાકે જયારે યમનોત્રી ધામના કપાટ રાત્રે ૧૦.ર૯ કલાકે ખોલવામાં આવશે

નવી દિલ્હી, તા., ૧૦: અખાત્રીજના પાવન પર્વે આજે ચાર ધામ યાત્રાનો પ્રારંભ થયો છે. કેદારનાથ ધામના કપાટ ખુલી ગયા છે. બાબા કેદારના જયઘોષ વચ્ચે ભક્તોની હાજરીમાં કપાટ ખોલવામાં આવ્યા હતા. આજે સવારે ૭:૧૫ કલાકે શુભ મુહૂર્તમાં મંદિરમાં બાબા કેદારની પંચમુખી ડોળીની વિધિ-વિધાન સાથે સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી ઉપસ્થિત રહયા હતા.
કપાટ ખોલ્યા પછી, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કેદારનાથ ધામમાં પ્રાર્થના કરી અને દેશ અને રાજ્યના તમામ લોકોના સુખ અને સમળદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી એ પણ બાબા કેદારના દર્શન કરવા આવેલા ભક્તોનું સ્વાગત કર્યું હતું. મંદિર પરિસરમાં આયોજિત ભંડારા કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રીએ ભાગ લીધો હતો. કેદારનાથ ધામની સાથે ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ પણ આજે ખોલવામાં આવશે. જયારે બદ્રીનાથ ધામના કપાટ ૧૨મી મેના રોજ ખુલશે.
ચાર ધામનું તાપમાન શૂન્ય ડિગ્રી છે. દિવસ દરમિયાન તાપમાન ૦ થી ૩ ડિગ્રીની આસપાસ રહે છે અને રાત્રે તાપમાન માઈનસ થઈ જાય છે. તેમ છતાં ભક્તોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચાર ધામમાં હાલમાં લગભગ ૧૦ હજાર ભક્તો હાજર છે. ગૌરીકુંડ સુધી ભક્તો ઉમટી પડ્યા છે. બાબા કેદારના દર્શન માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે. બરફની ચાદરથી ઢકાયેલા પહાડો અને ઘનઘોર વાદળોથી ભરેલા આકાશમાં બાબા કેદારનો જયઘોષ ગુંજી રહ્યો છે. કેદારનાથ ધામથી ગૌરીકુંડ માત્ર ૧૬ કિલોમીટર દૂર છે.ઉદઘાટનના સાક્ષી બનવા માટે લગભગ ૧૫ હજાર શ્રદ્ધાળુઓ ગુરુવારે સાંજે જ ગંગોત્રી અને કેદારનાથ ધામ પહોંચ્યા હતા. જ્યારે ૩૫ હજારથી વધુ યાત્રાળુઓ વિવિધ સ્ટોપ પર રોકાયા છે.
આજે શુક્રવારે સવારે ૪ વાગ્યાથી મંદિર પરિસર અને દર્શનની હારમાળામાં યાત્રાળુઓના આગમનની ઙ્કક્રિયા શરૂ થઈ ગઈ હતી. તે પછી, ગ્ધ્વ્ઘ્ ઙ્કમુખ અજેન્દ્ર અજય, રાવલ ભીમાશંકર લિંગ, મુખ્ય કાર્યકારી અધિકારી યોગેન્દ્ર સિંહ પૂજારી, ધર્માચાર્ય વેદપતિ અને કેદાર સભાના અધિકારીઓ અને જિલ્લા મેજિસ્ટ્રેટ ડાઙ્ઘ. સૌરભ ગહરવાર વહીવટીતંત્રના અધિકારીઓ પૂર્વ દરવાજાથી મંદિર પહોંચ્યા હતા.
શુક્રવારથી શરૂ થતી ચાર ધામ યાત્રા માટે યાત્રિકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ગુરુવારે બરવાલામાં પરિવહન વિભાગની ચેકપોસ્ટ પર ગ્રીન કાર્ડ ચેકિંગના કારણે દિલ્હી-યમુનોત્રી નેશનલ હાઈવે પર વાહનોનો લાંબો જામ થઈ ગયો હતો. એઆરટીઓ અને પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચીને જામ હટાવ્યો હતો.
કેદારનાથ ધામના દરવાજા ખોલવાના સમયે સાત હજારથી વધુ શ્રદ્ધાળુઓ ધામમાં હાજર હતા. મંદિરને ૨૦ ક્વિન્ટલથી વધુ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. તેમજ દરવાજા ખોલવાના સમયે હેલિકોપ્ટર દ્વારા યાત્રિકો પર પુષ્પોની વર્ષા કરવામાં આવી હતી. ભક્તો માટે વિવિધ સ્થળોએ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય સેવક ભંડારા કાર્યક્રમ સમિતિએ પણ ભંડારાનું આયોજન કર્યું છે. શુક્રવારે કેદારનાથમાં હવામાન સ્વચ્છ રહ્યું હતું. નજીક અને દૂર બરફના કારણે ઠંડા પવનો ફૂંકાતા રહ્યા હતા.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
