<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

૬૯.૩૬ ટકા લોકો સરકારી કામકાજથી સંતુષ્ટ

૫ આઇઆઇએમનો સર્વે

 

નવી દિલ્‍હી તા. ૧૦ : દેશની રાષ્ટ્રીય ટોચની મેનેજમેન્‍ટ સંસ્‍થા (આઈઆઇએમ)ᅠ રોહતક, લખનૌ, ઇન્‍દોર, કલકત્તા અને અમદાવાદ દ્વારા કરેલાᅠએક અખિલ ભારતીય સર્વેક્ષણમાં જાણવા મળ્‍યું છે કે સમગ્ર દેશમાંᅠભારત સરકાર અને તેની સેવાઓ પર અંદાજે સરેરાશ વિશ્વાસ ૬૯.૩૬ ટકા સુધી પહોંચી ગયો છે. તેમાં પણ ગુજરાત અને ઉત્તરપ્રદેશમાં સરકારી સેવાઓમાં વિશ્વાસનું સ્‍તર સૌથી વધુ નોંધવામાં આવ્‍યું છે. આ સર્વેક્ષણમાં ૨૨ રાજયોના ખેડૂતો, અકુશળ શ્રમિકો, ગૃહિણીઓ, પ્રોફેશનલ્‍સ અને વિદ્યાર્થીઓ સહિત ૮૫,૩૨૬ ઉત્તરદાતાઓ સાથે વાત કરવામાં આવી છે.ᅠ

સર્વેક્ષણ મુજબ, દેશભરના નાગરિકોએ ૨૦૧૯ થી ૨૦૨૪ વચ્‍ચે વીજળી કાપમાંᅠ અંદાજે ૭૨ ટકાના ઘટાડાનો અનુભવ થાય છે. જયારેᅠઉત્તરપ્રદેશ, રાજસ્‍થાન, મહારાષ્ટ્ર, ગુજરાત અને છત્તીસગઢ, જેવા રાજયોમાં વિશેષરૂપ થીᅠપાણી અને વીજળીના પુરવઠામાં માળખાકીય મહત્‍વપૂર્ણ ફેરફાર જોવા મળ્‍યો છે. સર્વેના રિપોર્ટ મુજબ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં યુવાઓના નશાની લત ઓછી થઇ છે. જયારેᅠ૬૬.૦૨ ટકા યુવા અગાઉ થી જ વધુ આશાવાદી છે.ᅠ

પંજાબ, હરિયાણા અને કેરળના ખેડૂતોએᅠજણાવ્‍યું કે કૃષિ આવકમાં ઉલ્લેખનીય વધારો થયો છે. આ રિપોર્ટની માનવામાં આવે તો કેરળ, હરિયાણા, પંજાબમાં સૌથી વધુ કૃષિ આવકનોᅠવધારો જોવા મળ્‍યો છે.

(2:39 PM IST)