તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Friday, 10th May 2024
‘યે કયા હો રહા હૈ'
૧૦ સગીર બાળકોએ ૧૪ વર્ષીય કિશોરી પર કર્યો ગેંગરેપ

નવી દિલ્હી, તા.૧૦: યુરોપિયન દેશ બેલ્જિયમથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં ૧૪ વર્ષીય કિશોરની સાથે ૧૦ સગીર યુવકોએ ગેન્ગરેપ કર્યો છે. આ ગેંગરેપમાં સામેલ ૧૦માંથી નવ આરોપીઓની વય ૧૧થી ૧૬ વર્ષની વચ્ચે છે, જ્યારે ૧૦મા આરોપીની વય માત્ર ૧૧ વર્ષ છે.
બેલ્જિયમના કોર્ટિજક શહેરમાં થયેલી આ ઘટનામાં આ કિશોરીનો પ્રેમી પણ સામેલ છે. કિશોરીનો પ્રેમી યુવતીના ઘરેની પાસે એક ઝાડીમાં તેને લઈને ગયો હતો. જ્યાં તેના કેટલાક મિત્રો પહેલેથી હાજર હતા. એ દરમ્યાન એ બધા યુવકોએ કિશોરીની સાથે બળાત્કાર કર્યો હતો. આટલું જ નહીં, ઈસ્ટરની રજાઓ દરમ્યાન બીજીથી છઠ્ઠી એપ્રિલની વચ્ચે ત્રણ વાર ૧૦ સગીર યુવકોએ એ યુવતીની સાથે વારાફરતી બળાત્કાર કર્યો હતો. આ બળાત્કારમાં સામેલ ૧૦માંથી છ આરોપીઓને કયાંક બંધ કરી દેવામાં આવ્યા છે, જ્યારે ચાર આરોપીને નજરકેદ કરી લેવામાં આવ્યા છે.આ ઘટના પછી દરેક જણ કોઈ ને કોઈ ગુસ્સામાં છે. ત્રણ વર્ષ પહેલાં પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી. એ સમયે ભૂતપૂર્વ ફ્લેડર્સના ગેટની ઘટના સામે આવી હતી. જોકે ત્યારે પણ લોકો ભારે ગુસ્સામાં હતા. ન્યાય મંત્રી જુહલ ડેમિર સજાની શરતોને વધારવાનો પ્રસ્તાવ સંસદમાં મૂકયો છે. ૧૪ વર્ષથી ઓછી વયના અપરાધી માટે બે વર્ષ, ૧૪થી ૧૬ વર્ષના અપરાધીઓ માટે પાંસ વર્ષ અને ૧૬ વર્ષથી વધુ વયના અપરાધીઓ માટે સાત વર્ષની સજા હોવી જોઈએ.
આ પહેલાં વર્ષ ૨૦૨૧માં બેલ્જિયમ સરકારે સગીર અપરાધ કાયદામાં સંશોધન કર્યું હતું, જેમાં ૧૨ વર્ષથી ઓછી વયના સગીરોના બળાત્કાર અને ગેન્ગરેપમાં દોષી હોવા પર લાંબા સમય સુધી જેલમાં રાખવાની મંજૂરી મળી હતી.
(3:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
