<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

દેશમાં સૌથી ગરમ રહ્યું રાજસ્‍થાનનું ફલૌદીઃ ૪૬.ર ડીગ્રીઃ રાજસ્‍થાનના પાંચ શહેરોમાં ૪પ ડીગ્રીથી વધારે તાપમાનઃ આજથી રાહત મળશે

જયપુર તા. ૧૦: રાજયમાં ગુરૂવારે સૌથી વધારે તાપમાન ફલૌદીમાં ૪૬.ર ડીગ્રી સેલ્‍સીયસ નોંધાયું હતું. ખાનગી વેબસાઇટો પર આવતા દેશભરના શહેરોના તાપમાનની સરખામણી કરીએ તો ફલૌદીનું તાપમાન દેશમાં સૌથી વધારે હોવાનો દાવો કરાઇ રહ્યો છે. રાજયમાં પાંચ શહેરોમાં પારો ૪પ ડીગ્રીથી વધારે નોંધાયો હતો.

જો કે આજથી મોટા ભાગના જીલ્‍લાઓમાં હીટવેવની અસર ખતમ થઇ જશે. રાજયમાં વેસ્‍ટર્ન ડીસ્‍ટર્બન્‍સની હવામાન વિભાગે બીકાનેર, જયપુર, ભરતપુર ડીવીઝનમાં હીટવેવ ચાલુ રહેવાની શકયતા વ્‍યકત કરી છે.

દુનિયાભરના સૌથી વધારે ગરમ સ્‍થળોમાં ગણાતા પાકિસ્‍તાનના સિંઘ પ્રાંતથી આવી રહેલી ગરમ હોવાની ઝપટમાં રાજસ્‍થાન પણ શેકાઇ રહ્યું છે. સિંઘના મોહંજોદડો, જેકોબાબાદ અને દાદૂમાં ઉષ્‍ણતામાન ૪૮ ડીગ્રી નોંધાયું હતું. ત્‍યાંથી ગરમ હવાઓ બાડમેર અને જેસલમેરના માર્ગે રાજસ્‍થાનમાં પ્રવેશી રહી છે.

(3:51 PM IST)