News of Friday, 10th May 2024
ટાટા સ્ટીલના કર્મચારીની હત્યાનો આરોપી યુપીમાં એન્કાઉન્ટરમાં ઠાર થયો

સાહિબાબાદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ અર્થલા વિસ્તારમાં ગાઝીયાબાદ પોલીસે ર૭ વર્ષના એક ગુનેગારને એન્કાઉન્ટરમાં ઠાર કર્યો છે. પોલીસે કેસના અન્ય એક આરોપીની ધરપકડ કરી છે. ટાટા સ્ટીલના એક કર્મચારી વિનય ત્યાગીની હત્યા અને લુંટમાં સંડોવાયેલ આ આરોપી ભાગતો ફરતો હતો. ધરપકડ કરાયેલ આરોપી દક્ષ હોવાનું અને તે દિલ્હીનો રહીશ હોવાનું પોલીસે જણાવ્યું છે. થોડા દિવસ પહેલા ટાટા સ્ટીલના બીઝનેસ હેડની લૂંટ કર્યા પછી હત્યા કરાઇ હતી.
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
