News of Friday, 10th May 2024
અંબાણી અને અદાણી અંગેના વડાપ્રધાનના આક્ષેપોની થવી જોઇએ તપાસઃ પી. ચિદમ્બરમ
કોંગ્રૈસી નેતા પી. ચિદંમ્બરમે વડાપ્રધાન મોદીના એ સ્ટેટમેંટ પર પલટવાર કર્યો છે જેમાં તેમણે અદાણી-અંબાણીના નામ લઇને રાહુલ ગાંધી પર હુમલો કર્યો હતો.

ચિંદબરમે વડાપ્રધાન મોદીના આક્ષેપો બાબતે રાહુલ ગાંધીની માંગણીને યોગ્ય ગણાવી છે. ચિદંબરમે સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ એકસ પર લખ્યું, ‘‘પી. એમ. મોદી ના આક્ષેપો પર તપાસની રાહુલ ગાંધીની માંગણી વાજબી છે. વડાપ્રધાને અત્યંત ગંભીર આક્ષેપો કર્યા છે કે બે મોટા ઉદ્યોગપતિઓએ ટેમ્પો ભરીને રોકડ કોંગ્રેસ પક્ષને આપી છે. આ આક્ષેપો વડાપ્રધાન મોદીએ પોતે કર્યા હોવાથી તેને બહુ ગંભીરતાથી લેવાવા જોઇએ.''
તેમણે લખ્યું, ‘‘રાહુલ ગાંધીએ આ આક્ષેપો પર તપાસની માંગણી કરી છે અને તે બિલ્કુલ વ્યાજબી છે. વડાપ્રધાન મોદી ર૪ કલાકથી ચૂપ કેમ છે? નાણાંપ્રધાન તપાસની માંગણીના સવાલનો જવાબ કેમ નથી આપતા?''
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
