News of Friday, 10th May 2024
૧૦ વર્ષ તક મળીઃ દેશને ‘‘અનફીટ'' કર્યોઃ તેજસ્વી

રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે કહ્યું છે કે પી. એમ. મોદીને ૧૦ વર્ષ તક મળી પણ તેમણે દેશને ‘‘અનફીટ'' કરી દીધો છે.
સમાચાર એજન્સી પીટીઆઇને તેજસ્વી યાદવે કહ્યું, ‘‘દેશને તેઓ (પી. એમ. મોદી) ફીટ કયારે બનાવશે. તેમને ૧૦ વર્ષ દેશને ફીટ કરવાની તક મળી પણ મોંઘવારી અને બેરોજગારી વધતી જ જાય છે.''
તેજસ્વીએ કહ્યું કે અમે લોકો દેશને ફીટ બનાવવા ઇચ્છીએ છીએ એટલે અમે જનતાની વચ્ચે જઇ રહ્યા છીએ. તેમણે કહ્યું કે દેશ ત્યારે જ ફીટ બની શકે જયારે દેશને ગરીબી, મોંઘવારી અને બેરોજગારીથી મુકિત મળે.
તેજસ્વી યાદવે આક્ષેપ કર્યો કે ભાજપાના લોકો મોંઘવારી, બેરોજગારી અને ગરીબી બાબતે વાત જ નથી કરતા.
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
