News of Friday, 10th May 2024
ત્રણ તબકકામાંજ ભાજપાની નીકળી ગઇ હવાઃ અખિલ બ્રહ્માંડમાં ભાજપા સૌથી જૂઠો પક્ષઃ અખિલેશ

બહરાઇચ તા. ૧૦: સપા અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યુ઼ં કે લોકસભા ચુંટણીના પહેલા ત્રણ તબકકાના મતદાને ભાજપાને હારના દરવાજે લાવીને ઉભી કરી દીધી છે. આગામી બે તબકકામાં ભાજપાની હાર સુનિヘતિ થઇ જશે.
બહરાઇચના ગેંદ ઘર મેદાનમાં એક સભામાં તેમણે કહ્યું કે પ્રજાએ પહેલા, બીજા અને ત્રીજા તબકકાના મતદાનમાં ભાજપાને બહુ પાછળ ધકેલી દીધી છે.
અખિલેશે કહ્યું કે ભાજપા બ્રહ્માંડમાં સૌથી મોટો જૂઠો પક્ષ છે. તે વિશ્વના સૌથી મોટા પક્ષ હોવાનો દાવો કરે છે પણ વિકાસના નામે પાછળ છે. ભાજપાની ડબલ એન્જીન સરકારે ખેડૂતોની આવક બમણી કરવાનું વચન આપ્યું પણ ખેડૂતો કમાણી વચેટીયાઓના હાથમાં આપી દીધી.
યાદવે કહ્યું કે આજે બધું વેચાઇ રહ્યુ઼ં છે. ટ્રેનો વેચાઇ ગઇ, એરપોર્ટ વેચાઇ ગયા, આ લોકોની સરકાર રહી તો બધી નોકરીઓ ખાનગી થઇ જશે. આ સરકાર બંધારણ બદલવા માંગે છે પણ અમે લોકો તેને જ બદલાવી નાખશું. હવે ડબલ એન્જીનની સરકાર વિકાસનો ઉલ્લેખ નથી કરતી માત્ર હિંદુ-મુસ્લીમની વાતો કરે છે.
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
