<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

કોંગ્રેસ જાણે છે વિકાસમાં મોદીને નહીં પહોંચાયઃ જેથી જુઠાણા ફેલાવી મત માંગે છેઃ નરેન્‍દ્રભાઇ

લોકસભાના ચોથા તબક્કાના મતદાન માટે મહારાષ્‍ટ્રના નંદુરબાર ખાતે પીએમ મોદીના ચાબખા

મુંબઇ,તા. ૧૦: લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાનું તા. ૧૩ને સોમવારે મતદાન યોજાવાનું છે. પ્રચાર પડધમ શાંત થાય તે પહેલા ૯૬ લોકસભા બેઠકો માટે રાજકીય પક્ષો મતદારોને પોતાની તર. આકર્ષવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે.જે  અંતર્ગત નરેન્‍દ્રભાઇએ આજે મહારાષ્‍ટ્રના નંદુરબાર ખાતે વિશાળ જનસભાને સંબોધી હતી.

નરેન્‍દ્રભાઇએ જણાવેલ કે, આજે અખાત્રીજના શુભપર્વ પર હું દેશવાસીઓ અને ખાસ કરીને ખેડૂત ભાઇ-બહેનોને શુભેચ્‍છા પાઠવું છે. આજે ભગવાન પરશુરામજીની જયંતી પણ છે. હું તેની પણ સર્વેને શુભકામના પાઠવું છું.

વંચિતો, આદીવાસીઓની સેવા મારા માટે પરિવારના સભ્‍યની સેવા જેવી છે. હું કોંગ્રેસના શાહી પરિવારની જેમ મોટા ખોરડામાંથી નથી આવ્‍યો. હું તો ગરીબીમાં મોટો થયો છું. મને ખ્‍યાલ છે કે અહીં તમે કેટલી તકલીફ ઉઠાવી છે. તમારા જીવનમાં પણ મુશ્‍કેલી પહાડ હતો કેટલાય આદીવાસી પરિવારો પાસે પાકા મકાન ન હતા. આઝાદીના ૬૦ વર્ષો બાદ પણ ગામોમાં વિજળી નહતી પહોંચી.

મોદીએ સંકલ્‍પ લીધો હતો કે, દરેક ગરીબ, દરેક આદીવાસીને ઘર-પાણી-વિજળીની સુવિધા આપીશે. અમે નંદુરબારના લગભગ ૧.૨૫ લાખ ગરીબોને પીઅમે આવાસ યોજના હેઠળ પાકા મકાનો આપ્‍યા છે. છેલ્લા ૧૦ વર્ષનો આ આંકડો ૪ કરોડથી વધુનો છે, જ્‍યારે ત્રીજી ટર્મમાં પણ ૩ કરોડ આવાસો આપીશું.

એનડીએ સરકારે મહારાષ્‍ટ્રના ૨૦ હજારથી વધુ ગામોમાં દરેક ઘરે પાણી પહોંચાડયું છે. જેમાં નંદુરબારના ૧૧૧ ગામો પણ છે.  હજી તો આ ટ્રેલર છે. હજી તો મોદીએ ઘણુ કરવાનું છે. તમારા માટે કરવાનું છે. કોંગ્રેસે આદિવાસી ભાઇ-બહેનોની કયારેય પણ ચિંતા નથી કરી. આદિવાસી વિસ્‍તારોમાં સિકલ સેલ એનીમીયમાનો મોટો ખતરો રહેલો છે. પણ કોંગ્રેસે આ બીમારી તરફ પુરતું ધ્‍યાન નથી આપ્‍યું જ્‍યારે ભાજપે આ બીમારીને જડથી ખતમ કરવા અભિયાન ચલાવ્‍યું છે.

કોઇ ગરીબ કુપોષણનો શિકાર ન બને તે માટે અમે ચિંતા કરી. આજે નંદુરબારમાં ૧૨ લાખથી વધુ લોકોને મફત રાશન મળી રહ્યું છે. કોંગ્રેસ જાણે છે કે વિકાસમાં તે મોદીનો મુકાબલો કરી શકે તેથી જ તેમણે જુઠાણાઓની ફેકટરી ખોલીને બેઠા છે, ખોટુ ફેલાવી મત લેવા માંગે છે.

આરક્ષણ મામલે કોંગ્રેસની હાલત ચોર મચાએ શોર જેવી છે. ધર્મના આધારે આરક્ષણ ડો.બાબાસાહેબજીની ભાવના વિરૂધ્‍ધ છે. પણ કોંગ્રેસનો એજન્‍ડા દલીત, પછાત, આદિવાસીનું આરક્ષણ છીનવી પોતાની વોટ બેંકને દેવાનો છે.

(3:55 PM IST)