News of Friday, 10th May 2024
દુબઈથી ૭૫ ગુજરાતી સહિત ઉડ્ડાન ભરેલા વિમાનને જમૈકાની રાજધાનીલાયુ : કિંગ્સટનથી પરત મોકલાયુ : સ્થાનિક વહિવટીતંત્ર વિમાનમાં રહેલા યાત્રીઓના દસ્તાવેજોથી સંતુષ્ટ ન હતુ
આ તમામ પર્યટક ગેરકાયદેસર રીતે મેક્સિકો બોર્ડર દ્વારા અમેરિકા જવાનો પ્રયાસ કરી રહ્યા હતા

નવી દિલ્હી તા.૧૦ : દુબઈથી ઉડાન ભરનાર એક ચાર્ટર્ડ વિમાનને જમૈકાની રાજધાની કિંગ્સટનથી પરત મોકલવામાં આવ્યું છે. એવી માહિતી મળી રહી છે કે આ વિમાનમાં ગુજરાતના આશરે 75 યાત્રી મુસાફરી કરી રહ્યા હતા. સ્થાનિક વહિવટીતંત્ર વિમાનમાં રહેલા યાત્રીઓના દસ્તાવેજોથી સંતુષ્ટ ન હતા.
આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે 7મી મેના રોજ કિંગ્સટનથી પરત દુબઈ માટે વિમાન રવાના થયું હતું. એક પ્રેસ કોન્ફરન્સમાં જયસ્વાલે જણાવ્યું હતું કે જર્મનીમાં રજિસ્ટર્ડ ચાર્ટર્ડ વિમાન કેટલાક ભારતીય પર્યટકોની સાથે 2 મેના રોજ દુબઈથી કિંગ્સટન માટે રવાના થયું હતું. કિંગ્સટન પહોંચતા સ્થાનિક સત્તાવાળા યાત્રીઓના પર્યટક હોવા અંગે સંતુષ્ટ ન હતા, અલબત તેમની પાસે હોટેલમાં રહેવા માટે અગાઉથી જ બૂકિંગ હતું.
તેમણે કહ્યું કે દસ્તાવેજોથી સંતુષ્ટ નહીં હોવાને લીધે વિમાનને યાત્રીઓ સહિત દુબઈ પરત જવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વિમાન તમામ યાત્રીઓ સાથે કિંગ્સટનથી જુબઈ પરત રવાના થયું હતું.
જમૈકા ઓબ્ઝર્વરના એક અહેવાલ પ્રમાણે વિમાનમાં કૂલ 253 વિદેશી યાત્રીઓ હતા, આ તમામમને ઈમીગ્રેશનની બાબતને જોતા અધિકારીઓએ સુરક્ષા કારણો સાથે એરપોર્ટ પર જ અટકાવી દીધા હતા. જમૈકાની રાષ્ટ્રીય સુરક્ષા વિભાગે કહ્યું કે સ્થઆનિક સત્તાવાળા વિમાન મારફતે આવનાર તમામ લોકોની સતત અને નિયમિતપણે તપાસ કરતાં હોય છે, જેથી નિયમ તથા કાયદાનું ઉલ્લંઘન થવાની શક્યતા ઓછી રહી શકે.
ઈન્ડિયન એક્સપ્રેસે ગુજરાતના CID અધિકારીને ટાંકીને આપેલા અહેવાલ પ્રમાણે વિમાન અત્યારે કેન્દ્રીય એજન્સીની સુરક્ષામાં છે, જેમાં ગુજરાત તથા પંજાબના યાત્રીઓનો સમાવેશ થાય છે. આ સૌની પાસે ટૂરિસ્ટ વીઝા છે. એવું માનવામાં આવે છે કે આ તમામ પર્યટક ગેરકાયદેસર રીતે મેક્સિકો બોર્ડર દ્વારા અમેરિકા જવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ગયા ડિસેમ્બર મહિનામાં નિકારાગુઆથી સંબંધિત વિમાનને ભારતીયો સાથે ફ્રાંસમાં ઉતારી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ ગેરકાયદેસર માનવ વ્યાપારની આશંકા વચ્ચે તમામ ભારતીયોને ભારત પરત મોકલવામાં આવ્યા હતા, આ ઘટનામાં ગુજરાત CIDએ 60થી વધારે લોકોને ગેરકાયદેસર રીતે માનવ તસ્કરીનો આરોપ લગાવી અમેરિકા મોકલવાના પ્રયત્ન માટે 14 એજન્ટો પર કેસ દાખલ કરવામાં આવ્યા હતા.
(4:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
