<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા જવાનોને મોટી સફળતા એન્કાઉન્ટરમાં પાંચ નક્સલી માર્યા ગયા: સર્ચ ઓપરેશન ચાલુ

ગત 16 એપ્રિલે કાંકેર જિલ્લામાં એક એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ 29 નક્સલીઓને ઠાર કર્યા હતા

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા જવાનોને મોટી સફળતા મળી છે. શુક્રવારે એક એન્કાઉન્ટરમાં સુરક્ષા જવાનોએ પાંચ નક્સલીઓને ઠાર કર્યા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે સુરક્ષા કર્મચારીઓની એક ટીમ ગંગાલુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના પિડિયા ગામ પાસે નક્સલ વિરોધી અભિયાન પર હતી. આ દરમિયાન નજીકના જંગલમાં આ એન્કાઉન્ટર થયું હતું.

   તેમણે વધુમાં જણાવ્યું કે ઘટનાસ્થળેથી પાંચ નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા છે. આ દરમિયાન તમામ સુરક્ષાકર્મીઓ સુરક્ષિત છે. તેમણે કહ્યું કે આ ઘટના વિશે વધુ કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. 

   પોલીસના જણાવ્યા અનુસાર, સુરક્ષાકર્મીઓ હજુ પણ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે 16 એપ્રિલે કાંકેર જિલ્લામાં એક એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ 29 નક્સલીઓને ઠાર કર્યા હતા

(6:08 PM IST)