News of Friday, 10th May 2024
કેજરીવાલ જેલથી આવ્યા બહાર : તિહારથી ઘર જવા રવાના
આમ આદમી પાર્ટીના તમામ નેતા, ધારાસભ્ય, મંત્રી, કોર્પોરેટર, સમર્થક તિહાર જેલની બહાર એકઠા થયા

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલથી બહાર આવી ચૂક્યા છે. તેઓ તિહાર જેલથી પોતાના ઘરે જવા માટે રવાના થઈ ચૂક્યા છે. ગાડીમાં તેમની સાથે આમ આદમી પાર્ટીના મહાસચિવ સંદીપ પાઠક પણ હાજર છે.તેમના પત્ની સુનીતા કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ તિહાર પહોંચ્યા હતા.
કેજરીવાલના વકિલ રિલીઝ ઓર્ડર લઈને તિહાર જેલી પહોંચ્યા છે. મુખ્યમંત્રી કેજરીવાલ આજે જ બહાર આવી જશે. જેને લઈને આમ આદમી પાર્ટીએ સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. વકીલની સાથે જામીન તરીકે સંદીપ પાઠક પણ છે. આમ આદમી પાર્ટીના તમામ નેતા, ધારાસભ્ય, મંત્રી, કોર્પોરેટર, સમર્થક તિહાર જેલની બહાર એકઠા થય હતા
]તિહાર જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલે કહ્યું કે મેં કહ્યું હતું કે હું જલ્દી આવીશ, હું આવી ગયો છું. દરેકનો અને સુપ્રીમ કોર્ટનો આભાર. સુપ્રીમ કોર્ટના કારણે હું તમારી વચ્ચે છું. આવતીકાલે સવારે 11 કલાકે હનુમાન મંદિરમાં મળશું
(7:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
