<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

કેજરીવાલની મુક્તિ આપ માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે મોટો અવસર છે :આતિશી

- સર્વોચ્ચ અદાલતના નિર્ણયથી દેશમાં લોકશાહી અને બંધારણની જીત થશે તેવી આશા જાગી છે

નવી દિલ્હી : આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના મંત્રી આતિશીએ કહ્યું કે કેજરીવાલની મુક્તિ માત્ર આમ આદમી પાર્ટી માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે એક મોટો અવસર છે, કારણ કે લોકો ભાજપની તાનાશાહી વલણથી નારાજ હતા. લોકશાહી અને બંધારણના અસ્તિત્વ પર સવાલો ઉઠી રહ્યા હતા. આજે સર્વોચ્ચ અદાલતના નિર્ણયથી દેશમાં લોકશાહી અને બંધારણની જીત થશે તેવી આશા જાગી છે.


 

(7:36 PM IST)