<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

કેજરીવાલ સીએમ કાર્યાલય-સચિવાલય જઈ શકે નહીં :કોઈપણ સાક્ષી સાથે વાતચીત નહીં કરી શકે: શરતો પર જામીન મળ્યા

સુપ્રીમ કોર્ટે કેજરીવાલને કેટલીક શરતોને આધીન એક જૂન સુધીના વચગાળાના જામીન આપ્યા: કોર્ટે કહ્યું કે, કેજરીવાલ જામીન દરમિયાન આ કેસમાં પોતાની ભૂમિકા અંગે કોઈપણ ટિપ્પણી નહીં કરી શકે

નવી દિલ્હી : દિલ્હી લિકર પોલિસી કૌભાંડ સંબંધીત મની લોન્ડ્રિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમકોર્ટે શરતોને આધીન એક જૂન સુધીના વચગાળાના જામીન આપ્યા છે. કોર્ટે કહ્યું કે, કેજરીવાલ જામીન દરમિયાન આ કેસમાં પોતાની ભૂમિકા અંગે કોઈપણ ટિપ્પણી નહીં કરી શકે. તેઓ કોઈપણ સાક્ષી સાથે વાતચીત નહીં કરી શકે તેમજ કેસને કોઈપણ પ્રકારે પ્રભાવિત નહીં કરી શકે. આ ઉપરાંત કેસ સંબંધી કોઈપણ સત્તાવાર ફાઈલ તરફ પહોંચ વધારી નહીં શકે

  સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી કાર્યાલય અથવા દિલ્હી સચિવાલય નહીં જઈ શકે. તેઓ એલજીની મંજૂરી મેળવવા માટે જરૂરી હોય ત્યારે જ સત્તાવાર ફાઇલો પર સહી કરશે. તેમણે બે જૂને સરેન્ડર કરી દેવું પડશે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કેજરીવાલે હવે સીધું જેલ સુપ્રીન્ટેન્ડેન્ટ સામે બેલ બૉન્ડ ભરવાનો રહેશે, એટલે કે હવે તેમણે ટ્રાયલ કોર્ટમાં જવાની જરૂર નથી

 

(8:19 PM IST)