News of Friday, 10th May 2024
છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળોની મોટી સફળતા:એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 12 નક્સલવાદી માર્યા ગયા : સર્ચ ઓપરેશન ચાલુ
સુરક્ષા દળોએ ઘટનાસ્થળેથી માર્યા ગયેલા નક્સલીઓના મૃતદેહ અને હથિયારો કબજે કર્યા

છત્તીસગઢના નક્સલ પ્રભાવિત જિલ્લાઓમાં સુરક્ષા દળો નક્સલવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચલાવી રહ્યા છે. દરરોજ મોટી સંખ્યામાં નક્સલવાદીઓ માર્યા જાય છે. આઠ દિવસ પહેલા જ નારાયણપુર અને કાંકેર જિલ્લાની સરહદ પર 10 નક્સલવાદીઓ માર્યા ગયા હતા. દરમિયાન આજે બીજાપુરમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં 12 નક્સલવાદીઓને ઠાર કર્યા છે
છત્તીસગઢમાં નક્સલવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળોની હિંસક કાર્યવાહી ચાલી રહી છે. શુક્રવારે બીજાપુરમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં 12 નક્સલવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. કહેવામાં આવી રહ્યું છે કે નક્સલવાદીઓના મૃત્યુઆંકમાં પણ વધારો થઈ શકે છે. સુરક્ષા દળોએ ઘટનાસ્થળેથી માર્યા ગયેલા નક્સલીઓના મૃતદેહ અને હથિયારો કબજે કર્યા છે
ત્રણ જિલ્લા બીજાપુર, દંતેવાડા અને સુકમાના લગભગ 1200 DRG, STF, કોબ્રા અને CRPF જવાનો 'નક્સલ વિરોધી ઓપરેશન' પર નીકળ્યા છે. જાણકારી અનુસાર, શુક્રવારે સુરક્ષા દળોની ટીમને ઈનપુટ મળ્યો કે બીજાપુરના જંગલોમાં મોટા નક્સલી નેતાઓ હાજર છે. આ ઇનપુટના આધારે સુરક્ષા દળોએ ઓપરેશન શરૂ કર્યું હતું.
મોટી વાત એ છે કે સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે આ અથડામણ સવારે 6 વાગ્યાથી ચાલી રહી છે અને હજુ પણ ચાલુ છે. ત્રણ જિલ્લાના બસ્તર આઈજી, ડીઆઈજી અને એસપી આ એન્કાઉન્ટર પર નજર રાખી રહ્યા છે. જો કે પોલીસ દ્વારા હજુ સુધી આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, બીજાપુર જિલ્લાના ગંગાલુર પોલીસ સ્ટેશન વિસ્તારના પીડિયા જંગલોમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે આ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.
(10:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
