News of Friday, 10th May 2024
રાત્રે દિલ્હીમાં જોરદાર વાવાઝોડા સાથે વરસાદ :યુપીના અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ જાહેર
પશ્ચિમ ઉત્તર પ્રદેશના બુલંદશહર, જહાંગીરાબાદ, અનુપશહર, શિકારપુર, ખુર્જા, પહાસુ, દેબાઈ, નરોરા, ગભના, અતરૌલી અને અલીગઢના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

નવી દિલ્હી : શુક્રવારે રાત્રે દિલ્હીમાં જોરદાર વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. વધતા તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વરસાદ બાદ દિલ્હી-NCRનું વાતાવરણ ખુશનુમા બની ગયું છે. દિલ્હીની સાથે સાથે હવામાન વિભાગે ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર શુક્રવારે રાત્રે પશ્ચિમ ઉત્તર પ્રદેશના બુલંદશહર, જહાંગીરાબાદ, અનુપશહર, શિકારપુર, ખુર્જા, પહાસુ, દેબાઈ, નરોરા, ગભના, અતરૌલી અને અલીગઢના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડશે.
આ સમયગાળા દરમિયાન પવનની ગતિ 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે. આ સાથે હવામાન વિભાગે એલર્ટમાં કહ્યું છે કે પશ્ચિમ ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં કરા પડવાની સંભાવના છે
હવામાન વિભાગ (IMD) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં હાપુડ, સંભલ, સિકંદરાબાદ, બરૌત, બાગપત, મેરઠ, મોદીનગર, કિથોર, ગઢમુક્તેશ્વર, પિલખુઆની આસપાસના વિસ્તારોમાં ધૂળની આંધી/તોફાન સાથે વરસાદ થઈ શકે છે.
આ તમામ વિસ્તારોમાં પવનની ગતિ 40 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે. આ દિવસોમાં ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં આકરી ગરમીને કારણે લોકોની હાલત ખરાબ છે. દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 40ને આંબી રહ્યું છે. શુક્રવારે હવામાનમાં પલટો આવ્યા બાદ હવે લોકોને ગરમીથી રાહત મળશે
(11:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
