<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

શાક માર્કેટમાં લાલ ટમેટાને જોઇ ગુસ્‍સે થયેલી મહિલાનો ફોટો થયો વાયરલ

સોશિયલ મીડિયા પર વાયરલ મહિલાના આ પ્રકારે આપેલા રિએકશન પર હજારો લોકોનું ધ્‍યાન પોતાની તરફ ખેંચ્‍યું છે

નવી દિલ્‍હી તા. ૧૪ : સોશિયલ મીડિયા પર આજે કોઈ પણ ફોટો કે વીડિયોને વાયરલ થવામાં વધારે સમય નથી લાગતો. ત્‍યારે બેંગ્‍લોરૂના શાકભાજી માર્કેટમાં એક મહિલાનો ફોટો ઈન્‍ટરનેટ પર ઘણી હેડલાઈન્‍સ બનાવી રહ્યો છે. મહિલાની આ પ્રતિક્રિયાએ હજારો લોકનું ધ્‍યાન પોતાની તરફ ખેચ્‍યું છે. આ ફોટોને જોઈને લોકો પોત-પોતાના અંદાજો લગાવી રહ્યા છે. કોઇ મહિલાની સરખામણી કંપનીના મેનેજર સાથે કરી રહ્યું છે. એવું કહેવાઈ રહ્યું છે કે જાણે કોઈએ મહિલાને નોકરી માટે પૂછ્‍યું હોય. તો કોઈ કહી રહ્યો છે કે, આ ફોટો જોયા પછી કોઈની પણ ઊંઘ ઉડી જાય.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ફોટામાં મહિલાના હાવભાવે લોકોનું ધ્‍યાન પોતાની તરફ દોર્યું હતું. લોકોના મતે, સ્‍થાનિક શાકમાર્કેટમાં વિચિત્ર હાવભાવ સાથેના ફોટો સામાન્‍ય ફોટો નથી લાગી રહ્યો. લોકો આ ફોટોને એટલો ફની ગણી રહ્યા છે અને પૂછી રહ્યા છે કે કેવી રીતે કોઈનું ધ્‍યાન આ ફોટા તરફ નથી જઈ રહ્યું?

ઈન્‍ટરનેટ પર પોસ્‍ટ કરેલા આ ફોટો થોડા જ કલાકોમાં વાયરલ થઈ ગયો હતો. એક સોશિયલ મીડિયા યુઝરના જણાવ્‍યા મુજબ, આ ફોટ બેંગલુરુના એક શાકભાજીની દુકાનમાં એક મહિલાનો ફોટો લટકી રહ્યો છે. ફોટામાં જે મહિલાની આંખો ખુલ્લી છે તેને જોઈને લાગે છે કે મહિલા કાં તો ગુસ્‍સામાં છે અથવા તો આヘર્યચકિત છે.

મહિલાના ફોટા પર લોકો વિવિધ કોમેન્‍ટ કરી રહ્યા છે. ફોટો જોઈને કોઈ કહી રહ્યું છે. લાલ ટામેટાં જોઈને મહિલા પણ ગુસ્‍સામાં લાલ થઈ રહી છે. કોઈ કહે છે કે, જાણે કોઈ મહિલા મેનેજર પાસે નોકરી કે પ્રમોશન માંગવા માટે આવ્‍યું હોય તે રીતે તેથી તેને ગુસ્‍સો આવ્‍યો હોય. તો બીજા યુઝરો કહ્યું કે, આ ફોટો જોયા પછી કોઈને કેવી રીતે ઊંઘ આવી શકે છે? તો હજુ એક યુઝરે મજાકમાં ઉમેર્યું કે, ફોટો જોયા પછી હવે ઉંઘ ન આવવાને કારણે હું ડોક્‍ટર પાસે જઈ રહ્યો છું.

(10:15 AM IST)