તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th May 2024
દેશમાં નર્સોની ભારે અછત : ભારતીય નર્સો વિદેશમાં તકો શોધી રહી છે
ઉચ્ચ મહેનતાણુ પેકેજ અને આરોગ્ય સંભાળ લાભો વિદેશમાં ઉપલબ્ધ છે : મોટાભાગની નર્સો મહિલાઓ છે પરંતુ હવે પુરૂષ નર્સોની સંખ્યા પણ વધી રહી છે

મુંબઈ તા. ૧૪ : ભારતમાં નર્સોની અછત છે, પરંતુ મોટી સંખ્યામાં પ્રશિક્ષિત નર્સો વિદેશમાં તકો શોધી રહી છે. NLB સર્વિસે પોતાના રિપોર્ટમાં આ વાત કહી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં કુશળ નર્સોની માંગ સતત વધી રહી છે, જે ૨૦૨૭ સુધીમાં ૧૭-૧૮ ટકા વધવાનો અંદાજ છે.
મોટાભાગની નર્સો મહિલાઓ છે, પરંતુ હવે પુરૂષ નર્સોની સંખ્યા પણ વધી રહી છે. દેશમાં દર ૧૦૦૦ વ્યક્તિએ ત્રણને બદલે બે નર્સો ઓછી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિદેશમાં ભારતીય નર્સોની માંગ સતત વધી રહી છે. છ-સાત વર્ષમાં તેમાં લગભગ ૧૦૦ ટકાનો વધારો થવાની ધારણા છે.
છેલ્લા ત્રણ વર્ષમાં વૈશ્વિક સ્તરે નર્સોની માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ભારતીય નર્સો વધેલા મહેનતાણાના પેકેજ, હેલ્થ કેર બેનિફિટ્સ, અનુકૂળ ફેમિલી વિઝા પ્રોગ્રામ અને અન્ય પ્રોત્સાહનોને કારણે વિદેશમાં કામ કરવા માંગે છે.
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
